મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદના ઢવાણા ગામે બોલેરો રાખવાની બબાલમા યુવાન ઉપર ચાર શખ્સનો હુમલો: મારી નાખવાની આપી ધમકી


SHARE









હળવદના ઢવાણા ગામે બોલેરો રાખવાની બબાલમા યુવાન ઉપર ચાર શખ્સનો હુમલો: મારી નાખવાની આપી ધમકી

હળવદ તાલુકાના ઢવાણા ગામે તળાવની પાસે આવેલ શંકર ભગવાનના મંદિર પાસે બોલેરો રાખવા મુદ્દે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને ચાર શખ્સો દ્વારા યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો અને યુવન તેમજ તેની સાથે રહેલ અન્ય વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ઢવાણા ગામે રામજી મંદિર પાસે રહેતા રાજકુમાર ઉર્ફે રાજુભાઈ વજુભાઈ દૂધરેજિયા જાતે કોળી (ઉંમર ૧૭) એ રાજેશ ઠાકરશીભાઈ છોગાળા, ધીરજભાઈ શંકરભાઈ છોગાડા વિપુલભાઈ ધીરજભાઈ છોગાળા અને મનસુખભાઈ ભોપાભાઈ છોગાળા રહે. બધા ઢવાણા ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ૧૪ દિવસ પહેલા રાજેશ ઠાકરશીભાઈ છોગાળા સાથે બોલેરો ગાડી રસ્તામાં રાખવા બાબતે બોલાચાલી થઇ હતી જે બાબતનો ખાર રાખીને આરોપીઓ ફરિયાદી અને સાહેદ પાસે આવ્યા હતા અને ત્યાં રાજેશ ઠાકરશીભાઈએ ફરિયાદી રાજકુમાર વજુભાઈ કોળીને લાકડીનો ઘા જમણા પડખાના ભાગ ઉપર ઝીકયો હતો અને ત્યારબાદ અન્ય આરોપીઓએ ફરિયાદી અને અન્ય લોકોની સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં ચારેય શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરેલ છે




Latest News