મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો મોરબી જીલ્લામાં રેડ કરીને 3 બાળકોને ભિક્ષાવૃત્તિ કરતા અટકાવાયા નેશનલ ડોક્ટર્સ ડે: મોરબી મહાપાલિકા-આઇએમએ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઇન્ડિયન લાયન્સના ૩૦ માં ફાઉન્ડેશન-ડે ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી મોરબી જિલ્લામાં સીએ-સીએસનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને 15 હજારની શિષ્યવૃત્તિ અપાશે: જીલ્લા પંચાયત
Breaking news
Morbi Today

મોરબીમાં પરા બજાર, પંચાસર રોડ અને મકરાણી વાસમાં ક્રિકેટ સટ્ટો રમતા છ પકડાયા: ત્રણની શોધખોળ


SHARE

















મોરબીમાં પરા બજાર, પંચાસર રોડ અને મકરાણી વાસમાં ક્રિકેટ સટ્ટો રમતા છ પકડાયા: ત્રણની શોધખોળ

મોરબીમાં પરા બજાર, પંચાસર રોડ અને મકરાણી વાસમાં જુગારની રેડ કરી હતી ત્યારે મોબાઇલમાં લાઈવ ક્રિકેટ મેચ જોઈને તેના ઉપર ક્રિકેટ સટ્ટો રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે જુદીજુદી ત્રણ રેડમાં ૬ શખ્સોની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી કુલ મળીને ૯૭૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને ક્રિકેટ સટ્ટો રમતા ત્રણ શખ્સોને પકડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ યસ માર્કેટની સામેના ભાગમાં કુળદેવી ડેરીની બાજુમાં લાઇવ ક્રિકેટ મેચ જોઈને તેના ઉપર ક્રિકેટ સટ્ટો રમવામાં આવતો હોવાની બાતમી મોરબી સીટી એ ડીવીઝન પોલીસને મળી હતી જેના આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સોહીલભાઈ દાઉદભાઈ સુમરા જાતે સંધી મુસ્લીમ (ઉ.૨૨) રહે. વીરપરડા તાલુકો મોરબી, મયુરસિંહ હરપાલસિંહ જાડેજા જાતે દરબાર (ઉ.૨૩), રહે. સામાકાઠે રૂષભનગર મોરબી-૨, ભવ્યરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા જાતે દરબાર (ઉ.૨૨) રહે. વીરપરડા તાલુકો મોરબી અને ઈરફાન સલેમાનભાઈ સુમરા જાતે સંધી મુસ્લીમ (ઉ.૩૦) રહે. વીશીપરા સ્મશાન પાછળ મફતીયાપરા મોરબી વાળા લાઇન ગુરૂ ઓનલાઈન એપ્લીકેશનમા લાઇવ મેચ નિહાળી વેલેટા કપ ની સીઝેડઆર તથા બિયુએલ ની ૨૦-૨૦ ક્રિકેટ મેચ જોઈને ક્રિકેટ સટ્ટો રમતા હતા જેથી પાસેથી ૫૭૦૦૦ રોકડા અને ૧૦૦૦૦ નો મોબાઈલ ફોન આમ કુલ મળીને ૬૭૦૦૦ નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે.

તો મોરબી મકરાણીવાસ બ્રાહમણની ભોજનશાળાની પાસે શેરીમા જાહેરમા આરોપી હુશૈનભાઈ અલારખાભાઈ શેખ જાતે સીપાઈ (ઉ.૨૮) રહે. મકરાણીવાસ બ્રાહમણની ભોજનશાળા પાસે વાળો ક્રિકેટ લાઈન ગુરૂ ઓનલાઇન એપ્લીકેશનમા લાઇવ મેચ જોઈને ચેન્નઈ તથા મુંબઈ ઈન્ડીયન વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર આરોપી આસીફ ઉર્ફે નાનો ભાણો રહે. કાલીકા પ્લૉટ વાળા સાથે રનફેરનો જુગાર રમતા મળી આવ્યો હતો જેથી પોલીસે રોકડા ૪૬૦૦ તથા મોબાઇલ ફોન મળીને ૧૪,૬૦૦ ના મુદામાલ સાથે હુશૈનભાઈ અલારખાભાઈ શેખની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

આવી જ રીતે મોરબી પરાબજાર મીત મોબાઇલ દુકાન પાસે અમિતભાઇ શંકરભાઇ તન્ના ઠક્કર લોહાણા (ઉ.વ.૪૧) ધંધો વેપાર રહે. જનકલ્યાણ સોસાયટી મોરબી-૨ વાળાએ આરોપી આકાશ ઉર્ફે લાલો સુનિલભાઇ કાથરાણી લોહાણા રહે. રાજકોટ અને અન્ય એક આરોપી પાસેથી બીઇટી ૯૯૯૯ નામની આઇ.ડી. મેળવી ટાટા આઈપીએલમાં મુંબઇ ઇન્ડીયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ ટીમો વચ્ચે ચાલતી ટી-૨૦ ક્રિકેટ મેચ ઉ૫ર આઇ.ડી.માં ઓનલાઇન સોદાઓ કરી તેમજ મોબાઇલ ફોન ઉપર વાતચીત કરીને રન ફેરનો જુગાર રમતા હતા દરમ્યાન આરોપી અમિતભાઇ શંકરભાઇ તન્નાની બે મોબાઇલ અને રોકડા ૫૪૦૦ આમ કુલ મળીને ૧૫,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે અને બીજા બે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા
ટંકારા મોરબી રોડ ઉપર આવેલ લતિપર ચોકડી પાસે સીએનજી રીક્ષાના ચાલકે પોતાની રિક્ષા બેફીકરાઈથી ચલાવીને રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૬૬૫૩ ને આગળ જઈ રહેલા ટ્રેકટરની ટ્રોલીમાં અથડાવી હતી જેથી કરીને ફરિયાદી વાલાભાઈ નારણભાઈ ગઢવી (ઉંમર ૫૨) રહે. વીસીપરા રોહીદાસ પરા મોરબી વાળાને શરીરે નાનીમોટી ઈજાઓ થઈ હતી તેમજ ગાલે અને નાક ઉપર ફેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને રિક્ષા ચાલક સામે હાલમાં વાલાભાઈ ગઢવી ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News