મોરબીમાં પરા બજાર, પંચાસર રોડ અને મકરાણી વાસમાં ક્રિકેટ સટ્ટો રમતા છ પકડાયા: ત્રણની શોધખોળ
ગુજરાત દિવસ ક્વિઝ અભિયાનમાં કુંતાસીનાં વિદ્યાર્થીઓનો ડંકો: શિક્ષણમંત્રી કરશે સન્માન
SHARE









ગુજરાત દિવસ ક્વિઝ અભિયાનમાં કુંતાસીનાં વિદ્યાર્થીઓનો ડંકો: શિક્ષણમંત્રી કરશે સન્માન
શિક્ષણ વિભાગ ગુજરાત સરકારના સહયોગથી એડયુટર એપ દ્વારા ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે ૧ મે થી ૧૦ મે સુધી ગુજરાત દિવસ ક્વિઝ મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં કુંતાસી ગામની પ્રાથમિક શાળાના બે અને હાઈસ્કૂલના બે એમ એક જ ગામના ચાર વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ઠ દેખાવ કરી સમગ્ર ગુજરાતના ટોપ ટેનમાં સ્થાન મેળવ્યૂ છે અને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. જેમાં પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની કુંડારીયા જાનવીનો બીજો ક્રમ, કુંડારીયા એકતાનો આઠમો ક્રમ અને હાઈસ્કૂલની વિદ્યાર્થીની સોઢીયા પૂજાનો સાતમો ક્રમ અને બસીયા વીણાનો નવમો ક્રમ આવેલ છે અને આગામી દિવસોમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘણીના હસ્તે તેઓનું સન્માન કરવામાં આવશે આ ક્વિઝમાં ગુજરાતની સંસ્કૃતિ, કલા-સાહિત્ય,વારસો,ઇતિહાસ, ભૂગોળ અને સ્થાપત્ય આધારિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ ક્વિઝમાં કુંતાસીનાં કુલ ચોવીસ બાળકોએ ભાગ લીધો હતી અને શાળા સમય બાદ પણ શાળાએ આવી ખૂબ મહેનત કરી હતી. આ દરમિયાન શાળાના શિક્ષક બેચરભાઈ ગોધાણીએ તમામ બાળકોને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
