મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદ પોલીસે સગીરાનું અપહરણ કરનારા આરોપીને ૨૪ કલાકમાં દબોચ્યો


SHARE









હળવદ પોલીસે સગીરાનું અપહરણ કરનારા આરોપીને ૨૪ કલાકમાં દબોચ્યો

હળવદ પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી કલમ-૩૬૩, ૩૬૬ તથા પોકસો કલમ-૧૮ મુજબ  તા.૧૪/૫ ના રોજ ફરિયાદ નોંધાઈ હતી જેથી કરીને આરોપીને પકડવા માટે સગીરાને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી અને ૨૪ કલાકમાં હળવદ પોલીસ દ્વ્રારા પોકસોના આરોપીને પકડીને ભોગબનનારને શોધી કાઢવામાં આવેલ છે

હળવદના પીઆઇ કે.જે.માથુકીયાની દેખરેખ હેઠળ આઇ.પી.સી કલમ-૩૬૩, ૩૬૬ તથા પોકસો કલમ-૧૮ મુજબ  ગુનાના આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી અને હાલમાં પોલીસે આ ગુનામાં આરોપી અરવિંદભાઇ રેમનભાઇ નાયકાને ઝડપી લીધેલ છે અને ભોગબનનારને શોધી કાઢવામાં આવી છે આ આરોપી તથા ભોગબનનાર ચોટીલાના ખેરાણા ગામની વાડીની સીમમાં હોવાની  દેવેંન્દ્રસિંહ ઝાલાને ખાનગી રાહે હકિકત મળી હતી જેના આધારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી

જુગારમાં ધરપકડ

મોરબીના બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ પાસે આઈપીએલ ક્રિકેટ મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા એલસીબીની ટીમે અગાઉ એક મોબાઇલ અને ૧૪૦૦ રૂપિયા રોકડા મળીને ૬૪૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી બિલાલ ગુલામહુસેન ઠાસરિયા જાતે પીંજારાની ધરપકડ કરી હતી અને આ ગુનામાં હાલમાં પોલીસે અજય ઉમેદ વાલીયાણી જાતે ખોજા (૩૪) રહે. વાવડી રોડ સીતારામ પેલેસ, મોરબી વાળાની ધરપકડ કરેલ છે 




Latest News