મોરબીમાં જલ અને પર્યાવરણ બચાવોના સંદેશ સાથે આવેલા સાયકલ યાત્રીનું સન્માન કરાયું
માળિયા (મિં)ના માણાબા ગામ પાસે મહેમાનને તેડવા ગયેલ બાળકને અજાણી કારના ચાલકે હડફેટે લેતા મોત
SHARE









માળિયા (મિં)ના માણાબા ગામ પાસે મહેમાનને તેડવા ગયેલ બાળકને અજાણી કારના ચાલકે હડફેટે લેતા મોત
મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકામાં આવેલા મણાબા ગામના પાટિયા પાસે રહેતા મજુર પરીવારનો દશ વર્ષીય બાળક રોડ ઉપર પોતાના સગા આવી રહ્યા હોય મહેમાનને તેડવા માટે ઊભો હતો ત્યારે દસ વર્ષના આદવાસી પરીવારના બાળકને અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતાં બાળકનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું.
મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકામાં આવેલા માણાબા ગામએ એમરોલ્ડ નામના કારખાના નજીક રહેતા અને મજૂરી કામ કરતા પરિવારનો અર્જુન મગનભાઈ ભાંભોર જાતે આદિવાસી નામનો ૧૦ વર્ષીય બાળક કારખાના પાસે રોડ નજીક ઉભો હતો ત્યારે અજાણ્યા કારચાલકે તેને હડફેટે લેતા અર્જુનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.બનાવના પગલે મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવની હોસ્પીટલ સતાવાળાઓ દ્રારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરાતાં એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ પ્રાથમિક તપાસ કરી હતી જેમાં ખૂલ્યું હતું કે અર્જુન મગનભાઈ ભાંભોર નામનો બાળક મણાબા ગામે પરીવારની સાથે એમરાલ્ડ કારખાના પાસે રહેતો હતો અને તેમના કોઈ સગા આવી રહ્યા હોય મહેમાનને તેડવા માટે તે રોડ તરફ ગયો હતો ત્યારે તેને અજાણી કારના ચાલકે હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતના બનાવમાં તેનું મોત નીપજયું હતું.બનાવ માળીયા મિંયાણા પોલીસ મથકની હદમાં બનેલો હોય હાલ માળીયા પોલીસને જાણ કરવામાં આવેલી છે અને માળિયા પોલીસે આગળની તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
ઝેરી દવા પી જતાં યુવાન સારવારમાં
જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલા તારાણા (મોરાણા) ગામના રહેવાસી રવિ કાળુભાઇ આહિર નામના ૧૭ વર્ષીય યુવાનને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો બનાવની જાણ થતાં મોરબી એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.જેમાં એ ડિવિજનના એમ.જી.વાળાએ તપાસ કરતા ખૂલ્યુ હતુ કે રવિ આહિરને તેના ભાઈ સાથે બાઈક બાબતે કોઇ બોલાચાલી થઇ હતી તે બાબતનું મનમાં લાગી આવતા મોડી રાત્રીના તે ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.
મારામારીમા ઇજા
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા કુલદીપ ઉર્ફે કાળી ધવલસિંગ ખીંચ્ચી (૨૦) નામના યુવાનને તેના મિત્ર રફીક સુમરા સાથે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ ઝપાઝપીમાં ઇજાઓ થતાં તેને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.
