વાંકાનેરનાં લુણસર ગામે વસિયાણી પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ અને નવરંગ માંડવાનું આયોજન
મોરબીના વનાળીયા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત
SHARE









મોરબીના વનાળીયા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત
મોરબી તાલુકાના વનાળીયા (શારદાનગર) ગામે કોળી યુવાન પોતાની વાડીએ ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગત થાય તે પૂર્વે તેનું મોત નીપજ્યું હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના વનાળીયા (શારદાનગર) ગામે રહેતો ચેતન પ્રભુભાઈ કુનપીયા જાતે કોળી નામનો ૩૫ વર્ષીય યુવાન તા.૭-૫ ના રોજ તેની વાડીએ ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે જેતે સમયે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.જોકે સારવાર કારગત નીવડે તે પહેલા જ ગઈકાલ તા.૧૫-૫ ના સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં ચેતન પ્રભુભાઈ કોળી નામના યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એન.જે.ખડીયા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક ચેતનભાઇ કોળી કોઈ કામ ધંધો કરતા નહીં અને વ્યસન કરવાની કુટેવ હતી તેઓના સંબંધીમાં કોઈ ગુજરી ગયેલા હોય પરિવાર ત્યાં ગયો હતો અને પોતે ઘરે એકલા હતા અને તે દરમિયાન તેને ૨૦૦ રૂપિયા કોઈ આવે તો ચા-પાણી માટે આપવામાં આવ્યા હતા જે રકમનો તે દારૂ પી ગયો હતો અને બાદમાં પરિવારજનો પરત આવતાં વધુ રૂપિયાની માંગણી કરી હતી જેની પરિવારે ના પાડતાં તે બાબતનું મનોમન લાગી આવતા તેણે પોતાની વાડીએ જઈને ઝેરી દવા પીધી અને સારવાર દરમિયાનમાં રાજકોટ ખાતે ચેતનભાઇનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૃતક ચેતનભાઈને બે સંતાન છે અને બે ભાઈ એક બહેનમાં પોતે સૌથી નાનો હતો.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના સામાકાંઠે સોઓરડી મેઇન રોડ ઉપર આવેલા જીવરાજપાર્કમાં રહેતો કૃણાલ હરીશભાઈ મકવાણા નામનો ૧૭ વર્ષીય યુવાન સાયકલ લઈને દુકાને કામ સબબ જતો હતો તે દરમિયાન તેને કોઈ અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા ઇજાઓ થતા કૃણાલ મકવાણાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના સામાકાંઠે આવેલા ઉમિયાનગર વિસ્તારમાં રહેતો સંજય દેવજીભાઈ ઝાલા નામનો ૨૪ વર્ષીય યુવાન રિક્ષામાં બેસીને જતો હતો ત્યારે શહેરના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ બંસી હોટલ પાસે તે અકસ્માતે ચાલુ રિક્ષામાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી તેને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમારે નોંધ કરીને અકસ્માત બનાવની આગળની તપાસ હાથ ધરી હતી.
