મોરબીના વનાળીયા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત
માળીયા(મી)ના ભાવપર ગામે નીલકંઠ મહાદેવ મંદિરનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
SHARE









માળીયા(મી)ના ભાવપર ગામે નીલકંઠ મહાદેવ મંદિરનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
મોરબી જિલ્લાના માળીયા(મી) તાલુકાના ભાવપર ગામે આવેલ નીલકંઠ મહાદેવ મંદિરનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામા આવેલ હતો ત્યારે યજ્ઞ અને જીર્ણોધાર સહિતની વિધિ કરવામાં આવી હતી જેમાં મોરબી માળીયા બેઠકના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજા સહિતના ભાજપ આગેવાનો, હોદેદારો સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા
માળિયા(મી.) તાલુકા ભાજપના પ્રભારી સુભાષભાઈ સવજીભાઈ પડસુંબિયા, કોમલબેન સુભાષભાઈ પડસુંબિયા, મૈત્રી સુભાષભાઈ પડસુંબિયા અને ઓમકુમાર સુભાષભાઈ પડસુંબિયા દ્વારા માળીયા(મી.)ના ભાવપર ગામે નીલકંઠ મહાદેવ મંદિર બનાવવામાં આવ્યું છે અને ગઈકલે પુનઃ પ્રતિષ્ઠા યજ્ઞ અને જીર્ણોધાર વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમમાં યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી હસુભાઈ પંડ્યા હજાર રહ્યા હતા અને ધર્મ સભામાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, ક્રુભકોના ડાયરેક્ટર મગનલાલ વડાવીયા, જુનાગઢ ગિરનારી આશ્રમના ગુરુદેવ હેતનાથબાપુ, બગથળા નકલંક મંદિરના મહંત દમજી ભગત સહિતના હાજર રહ્યા હતા
