મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે
Breaking news
Morbi Today

માળિયા (મિં.)ના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર ન્યુડ વિડિયો ફોન તેમજ ગાળો ભાંડીને હેરાન કરનાર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાયો


SHARE

















માળિયા (મિં.)ના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર ન્યુડ વિડિયો ફોન તેમજ ગાળો ભાંડીને હેરાન કરનાર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાયો

મોરબીના માળીયા મિંયાણા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીના ઇંસ્ટાગ્રામ ઉપર ન્યુડ વિડીયો ફોન દ્વારા તેમજ સ્ટોરી મેન્સનમાં ગંદીગાળો આપીને હેરાન પરેશાન કરવામાં આવતી હોય ભોગ બનેલી યુવતીએ માળીયા મિંયાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હોય હાલ અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબીના માળીયા મિંયાણા પોલીસ સ્ટેશનના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તેઓના પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગ્રામ્ય વિસ્તારની રહેવાસી યુવતીના ઇંન્સ્ટાગ્રામ ઉપર ન્યુડ વિડિયો ફોન કરીને તેમજ સ્ટોરી મેન્સનમાં બિભત્સ ગાળો આપીને યુવતીની પજવણી કરવામાં આવતી હોય હાલ કંટાળીને ભોગ બનેલી યુવતી દ્વારા માળીયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હોય હાલ પોલીસે (લોડ_લેડ_ગાય_૨૦૨૨) LODE_LAG_GAY_2022 નામના ફેંક ઇન્સ્સટાગ્રામ  આઇડી દ્વારા યુવતીની પજવણી કરનાર અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ આદરી છે.હાલમાં માળીયા પોલીસ મથક ખાતે કલમ ૩૫૪(ડી) તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ૨૦૦૦ ના કાયદાની કલમ ૬૫(સી), ૬૭, ૬૭(એ) મુજબ ગુનો નોંધાયો છે જેની તપાસ મહીલા પીઆઈ પી.એચ.લગધીરકા ચલાવી રહ્યા છે.

હળવદના ગોલાસણ ગામે દારૂની ભઠ્ઠી પકડાઈ

હળવદ પોલીસ દ્વારા બાતમીના આધારે ગોલાસણ ગામની સીમમાં ધર્મેન્દ્રદાન ગંભીરદાન મહેડુ જાતે ગઢવી (૪૨) રહે.ગોલાસણ વાળાની વાડીએ રેડ કરવામાં આવી હતી ત્યારે વાડીમાંથી દેશી દારૂ બનાવવાનો ૧૨૦૦ લીટર આથો કિંમત રૂપિયા ૨૪૦૦ તેમજ દેશીદારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો જેમા ગેસ સિલિન્ડર રૂપિયા ૧૦૦૦, લોખંડનો ચૂલો રૂપિયા ૫૦૦, પાંચ લીટરનું માપિયું અને ગરણી સહિતનો મુદ્દામાલ મળી આવતા રૂપિયા ૩૯૫૦ ના મુદ્દામાલ સાથે સ્થળ ઉપરથી ધર્મેન્દ્રદાન ગઢવીની ધરપકડ કરીને તેના વિરુધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતો મયુર પરસોત્તમભાઈ મકવાણા નામનો ૧૭ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ભડીયાદ પાસે તે અકસ્માતે બાઇકમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી તેને અહીંની ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો બનાવને પગલે બી ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.




Latest News