મોરબીના ખાખરેચી ગામે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જતા ત્રણ વર્ષીય બાળકનું કમકમાટીભર્યું મોત
SHARE









મોરબીના ખાખરેચી ગામે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જતા ત્રણ વર્ષીય બાળકનું કમકમાટીભર્યું મોત
મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાના ખાખરેચી ગામે આવેલ સિરામીક મિનરલ યુનિટમાં મજૂરીકામ કરતા આદિવાસી પરિવારનો ત્રણ વર્ષનો બાળક મોડીરાત્રીના મશીનના બેલ્ટમાં આવી જતાં બાળકનું કમકમાટીભર્યુ મોત નિપજયું હોવાનો બનાવ સામે આવ્યો છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ તેમજ માળીયા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના માળિયા મિંયાણા તાલુકાના ખાખરેચી ગામે સીમ વિસ્તારમાં આવેલ ક્રોનો સિરામિક મિનરલ નામના યુનિટમાં મજૂરીકામ કરતાં આદીવાસી પરિવારનો શિવા રાજનભાઈ વરૂંડા જાતે આદિવાસી નામનો ત્રણ વર્ષીય બાળક તા.૧૬ ના મોડી રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં કારખાનામાં પોતાની માતા નજીક રમતો હતો અને માતા કોઈ કામે બહાર જતા તે દરમિયાનમાં ચાલુ મશીનના બેલ્ટમાં આવી જતા શિવા રાજનભાઈ વરૂંડા નામના ત્રણ વર્ષીય બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અને તેની ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે માળીયા પોલીસને જાણ કરી હતી.વધુમાં મળતી માહિતી મુજબ મૃતક શીવા રાજનભાઇ નામનો ત્રણ વર્ષનો બાળક પોતાની માતા સાથે કારખાનામાં માટી ખાતામાં રમતો હતો અને દરમિયાનમાં તેની માતા કચરો ફેંકવા માટે બહાર ગઈ હતી ત્યારે પાછળથી શિવા નામના ત્રણ વર્ષીય બાળક મશીનના બેલ્ટમાં આવી જતા તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું.
ઝેરી દવા પી જતાં સારવારમાં
મોરબી તાલુકાના ધુળકોટ (આમરણ) ગામે રહેતા અલ્તાફ જુમાભાઈ લુણાઈ નામનો ૧૮ વર્ષીય યુવાન બાદનપર ગામની સીમ વિસ્તારમાં કોઇ અકળ કારણોસર ઝેરી દવા પી જતાં તેને અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે જાણ થતાં મોરબી તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરાએ બનાવી આગળની તપાસ હાથ ધરી છે.કયાં કારણોસર અલ્તાફે ઉપરોકત પગલું ભર્યું તે હાલ તપાસનો વિષય છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીની નંદનવન સોસાયટીમાં બાપા સીતારામ મઢુલી પાસે વાવડી રોડ ઉપર રહેતા વાલજીભાઈ દેવસીભાઇ હડીયલ નામની વ્યક્તિ વાવડી પોડ ઉપર બપોરના દોઢ વાગે રોડ ક્રોસ કરતા હતા ત્યારે અજાણ્યા વાહનની હડફેટે ચડી જતા તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
