મોરબીના ખાખરેચી ગામે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જતા ત્રણ વર્ષીય બાળકનું કમકમાટીભર્યું મોત
સરકાર હંમેશા સુરક્ષા, શિક્ષણ અને સ્વાસ્થ્ય સહિતના મુદ્દાઓમાં દરેક સમાજની સાથે રહેશે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
SHARE









સરકાર હંમેશા સુરક્ષા, શિક્ષણ અને સ્વાસ્થ્ય સહિતના મુદ્દાઓમાં દરેક સમાજની સાથે રહેશે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
માળીયા (મી)ના વવાણીયા ગામે માતૃશ્રી રામબાઈમાની જગ્યામાં ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં લોકાર્પણ અને પાટોત્સવનો કાર્યક્રમ યોજાયો: મોટી સંખ્યામાં આહિરા સમાજના લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા: માળીયા તાલુકામાં સીંચાઈના પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે 38 કરોડ રૂપિયા સરકારે મંજૂર કર્યા
માળીયા (મી) તાલુકાના વવાણીયા ગામે આવેલ માતૃશ્રી રામબાઈમાંની જગ્યા ખાતે નવા બનેલા ભોજનાલય, સભાખંડ, ગૌશાળાનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે કરાયુ અને તેની સાથોસાથ પરંપરાગત ૧૭ મો પાટોત્સવ યોજાયો હતો જેમાં માજી મંત્રી જવાહરભાઈ ચાવડા, મંત્રી બ્રિજેશભાઇ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ક્રૃભકોના ડીરેકટર મગનભાઇ વડાવીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને લોકોને સંબોધન કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સરકાર હંમેશા સુરક્ષા, શિક્ષણ અને સ્વાસ્થ્ય સહિતના મુદ્દાઓમાં દરેક સમાજની સાથે રહેશે
આજ રોજ માળીયા(મિં.) તાલુકાના વવાણીયા ગામે આવેલ માતૃશ્રી રામબાઈમાઁની જગ્યા ખાતે જગન્નાથજી, સાધુ પ્રભુદાસજી તેમજ કિશનદાસજી અને આહીર સમાજ સંચાલિત માતૃશ્રી રામબાઈમાઁની જગ્યા ટ્રસ્ટના પ્રમુખ જશુભાઇ હીરાભાઈ રાઠોડની આગેવાની હેઠળ ૧૭ મો પાટોત્સવ અને લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું હતુ અત્રે ઉલેખનીય છે કે, માતૃશ્રી રામબાઈમાઁની જગ્યા ખાતે રાજ્ય સરકારના માજી મંત્રી જવાહરભાઈ ચાવડા દ્વારા રાજ્યના સરકારના પ્રવાસન વિભાગની ગ્રાન્ટ આપવામાં આવી હતી તેમાંથી વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવેલ છે.જેમાં ભોજનાલય, સભાખંડ, ગૌશાળા વિગેરેનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનો હાજરીમાં કરવામાં આવ્યુ હતુ.
આ તકે આયોજકોએ જણાવ્યું હતુ કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીઓમાંથી અત્યાર સુધીમાં બાબુભાઇ જશુભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણી રામબાઈ માતાજીની જગ્યા માતાજીના દર્શન કરી આશીર્વાદ લેવા માટે અગાઉ આવી ચૂક્યા છે અને આ કાર્યક્રમમાં રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા તે વવાણીયા ગામ અને માળીયા (મિં.) તાલુકા માટે ગૌરવની વાત છે આ કાર્યક્રમમાં અતિથિ ભવન-૧ નું રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજા અને અતિથિ ભવન-૨ નું રાજ્યના માજી મંત્રી અને આહિર સમાજના પ્રમુખ જવાહરભાઈ ચાવડા દ્રારા લોકાર્પણ કરવામાં આવેલ હતુ અને ગૌશાળાનું રામબાઈમાઁની જગ્યાના ખજાનચી મેણાંદભાઈ ડાંગરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ અને ત્યાર બાદ વ્યક્તિ વિશેષ સન્માન તેમજ અનુદાન આપનાર ભાવિકોનું સન્માન કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આવવાના હતા પરંતુ રાજકોટ કાર્યક્રમમાં રોકાયેલા હોય તેઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી.મોરબી ખાતે પધારેલા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, સરકાર હંમેશા સુરક્ષા, શિક્ષણ અને સ્વાસ્થ્ય સહિતના મુદ્દાઓમાં આહીર સમાજ જ નહીં સર્વે સમાજની સાથે રહેશે. સરકાર દ્વારા ભારે જહેમત કરીને માળીયાના છેવાડાના વિસ્તારો સુધી પીવાના પાણીની સમસ્યા ન રહે તે માટે કામગીરી કરવામાં આવેલી છે અને હાલ જે અમુક ગામડાઓમાં સિંચાઈનો પ્રશ્ન છે.તે માટે ૩૮ કરોડના ખર્ચે પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે અને તેનું કામ પણ આગામી દિવસોમાં શરૂ થઈ જતા પીવાના પાણીના પ્રશ્નનો પણ ઉકેલ આવી જશે તેમ તેઓએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતુ.
વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જે કોઈ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવી હોય તેના માટે પણ હંમેશા રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ છે જેના થકી લોકોને મદદરૂપ બનવામાં આવશે અને તેના વિશે માહિતી પણ આપવામાં આવશે.તે ઉપરાંત રાજ્યના મંત્રી અને હાલના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરે દ્વારા પણ મોરબી પધારેલા મુખ્યમંત્રીને આવકારીને વિસ્તારના વિવિધ થયેલા કામો નું વર્ણન કરવામાં આવ્યું હતું અને જે કોઈ કામો બાકી છે તે માટે સરકાર પ્રયત્નશીલ છે તેમ જણાવી ખૂબ ઝડપથી બાકી રહેલા કામ પણ કરવામાં આવશે તેવી કટીબધ્ધતા દર્શાવી હતી.
આ તકે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, માજી ધારાસભ્યશ્રી કાન્તીભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા અને જેસંગભાઈ હુંબલ, મોરબી શહેર ભાજપ લાખાભાઇ જારીયા, ચંદુભાઈ હુંબલ, દેવાભાઇ અવાડિયા, દિલુભા જાડેજા, જયરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયત જુનાગઢના પ્રમુખ શાંતાબેન ખટારીયા, રઘુભાઈ હુંબલ, મહંત જગન્નાથજી મહારાજ, જસુભાઇ હરિભાઈ રાઠોડ, જેઠાભાઈ રમુભાઈ મિયાત્રા, ઉગાભાઇ સુખાભાઈ રાઠોડ, જેસંગભાઈ મુળુભાઈ હુંબલ, પુનાભાઈ ગોવિંદભાઈ મૈયડ, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, હરેશભાઈ બોપલિયા, કિરીટભાઇ પટેલ અને વિનોદભાઇ ભાડજા, મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ પ્રભાતભાઇ આહીર, મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા સાહિત સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
