વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદમાં ઓઈલ મીલના માલિકને બુકનીધારી શખ્સોએ માર મારીને ૧૦૪૦૦ ની કરી ચોરી: અન્ય કારખાનામાં પણ ચોરીનો કર્યો પ્રયાસ


SHARE









હળવદમાં ઓઈલ મીલના માલિકને બુકનીધારી શખ્સોએ માર મારીને ૧૦૪૦૦ ની કરી ચોરી: અન્ય કારખાનામાં પણ ચોરીનો કર્યો પ્રયાસ

હળવદમાં ગંગોત્રી ઓઈલ મીલ નામના કારખાના સહિતના કારખાનામાં તા ૩૧ની રાતે લૂંટારુ ટોળકીએ આંતક મચાવ્યો હતો અને જુદાજુદા કારખાનામાં ઘૂસીને મારા મારી કરી હતી તેમજ જે વસ્તુ હાથમાં આવી તેની ચોરી કરી હતી ત્યારે ગંગોત્રી ઓઈલ મીલના માલિકને માર મારીને સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયાની ચોરી કરવામાં આવી હતી જેની વૃદ્ધે ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ પરીશ્રમ હોટલ પાસે શીવધારા બંગ્લોઝમાં રહેતા માવજીભાઈ ધરમશીભાઈ સોરીયા જાતે પટેલ (૬૯)એ ચાર અજાણ્યા બુકાનીધારી શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદ નજીક આવેલ તેના ગંગોત્રી ઓઈલ મીલ નામના કારખાનામા તે હતા ત્યારે અજાણ્યા ચાર બુકાનીધારી શખ્સો તા ૩૧ ના રાત્રિના ત્રણ વાગ્યાના અસરમાં કારખાનામા આવ્યા હતા અને તેને માર માર્યો હતો તેમજ સોનાની બુટ્ટી ૧ જોડી જેની કિંમતની ૧૦,૦૦૦ અને રોકડા ૪૦૦ એમ કુલ મળીને ૧૦,૪૦૦ ના મુદામાલની ચોરી કરી છે અને ચોરી દરમ્યાન ફરીયાદીને છુટા પથ્થરના ઘા કરી તેમજ ફરીયાદીને લાકડાના ધોકા હાથ, બંન્ને સાથળ બરડાના ભાગે મારીને ઈજા કરી હતી અને ડાબા હાથની આંગળીમા ફેક્ચર કર્યું હતું તેમજ આજુબાજુના કારખાનામા પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો જેથી પોલીસે વૃદ્ધેન નોંધાવેલ ફરિયાદ આધારે ઈ.પી.કો કલમ ૩૮૦, ૪૫૭, ૪૫૯, ૩૨૩, ૩૩૭, ૫૧૧, ૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News