મોરબીના સહકારી આગેવાન મગન વડાવીયાની ગુજકોમાસોલમાં સતત બીજી ટર્મમાં બીન હરીફ વરણી
માળીયા (મિ) તરફ જતા આઇસરમાં ભુસાની આડમાં દારૂ-બીયરની હેરાફેરીનો પર્દાફાશઃ 32.70 લાખના મુદામાલ સાથે એક ઝડપાયો, બેની શોધખોળ
SHARE









મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાંથી યેનકેન પ્રકરે દારૂના જથ્થાની હેરફેરી કરવામાં આવતી હોય છે તેવામાં મોરબી જિલ્લા એલસીબીની ટીમે ભુસાની આડમાં દારૂ અને બીયરની હેરાફેરી કરવામાં આવતી હતી તેનો પર્દાફાશ કરેલ છે અને માળીયા (મિ) નજીકથી પસાર થતાં અને ગાંધીધામ બાજુ જતાં આઇસરમાંથી ૧૧૧૪૮ બોટલ દારૂ અને ૪૦૮૦ બીયર સાથે એક રાજસ્થાનની ઝડપાયો છે અને તેની પાસેથી માલ મોકલાવનારા અને માલ ભરી આપનારા બે શખ્સનાં નામ સામે આવેલ છે જેથી તે બંનેને શોધવા માટેની કવાયત કરવામાં આવી રહી છે અને માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય શખ્સોની સામે ગુનો નોંધાયો છે
મોરબી જીલ્લા એલસીબીની પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સુચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે રામભાઇ મઢ, દિલીપભાઇ ચૌધરી અને વિક્રમસિંહ બોરાણાને સંયુકતમાં મળેલ ખાનગી હકિકત કે, અમદાવાદથી માળીયા (મિ) તરફ આઇસર ગાડીમાં ભુસુ ભરેલ પ્લાસ્ટીકની બોરીઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વિદેશીદારૂની હેરાફેરી કરવામાં આવી છે જેથી વોચ ગોઠવી હતી અને પોલીસે દારૂ અને બિયર ભરેલ આઇસર સાથે હાલમાં બળવંતસીંગ સોનારામ બિશ્નોઇ રહે. શિવાડા, શરાણીયો કી ઢાણી તાલુકો ચિત્તલવાના જિ. જાલોર રાજસ્થાનની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી માલ મોકલનાર વિનોદ સિંધી રહે. વડોદરા અને માલ ભરાવી આપનાર માધુસીંગ રાજપૂત રહે . ઉદયપુર , રાજસ્થાન વાળા નામ સામે આવેલ છે જેથી કરીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરે છે
હાલમાં પકડાયેલ આરોપી પાસેથી પોલીસે મેકડોવેલ્સ -૦૧ સુપીરીયર વ્હીસ્કીની નાની મોટી બોટલો નંગ ૧૦,૫૩૬ કિ.રૂ .૨૦,૩૭,૦૦, રોયલ ચેલેન્જ કલાસિક પ્રિમીયમ વ્હીસ્કીની બોટલો નંગ -૬૧૨ કિ.રૂ .૩,૧૮,૨૪૦, ગોડફાધર બિયરના ટીન નંગ- ૩૧૨૦ કિ.રૂ .૩,૧૨,૦૦૦, કિંગફીશર બિયરના ટીન નંગ- ૯૬૦ કિ.રૂ .૯૬,૦૦૦, આઇસર નં. જીજે ૬ ઝેડઝેડ ૩૨૦૬ કિ.રૂ .૫,૦૦,૦૦૦, એન્ડ્રોઇડ મોબાઇલ ફોન -૦૧ કિ.રૂ .૫૦૦૦ અને રોકડા રૂપીયા -૨૬૬૦ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ .૩૨,૭૦,૯૦૦ નો મુદામાલ કબજે કરેલ છે
આ કામગીરી કરનાર પીઆઇની સુચના મુજબ એલ.સી.બી.ના પીએસઆઇ એન.એચ.ચુડાસમા અને એ.ડી.જાડેજા તથા રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, પોલાભાઇ ખાંભરા, સુરેશભાઇ હુંબલ, રામભાઇ મઢ, દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા, ચંદુભાઇ કાણોતરા, ચંદ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઇ ફુગસીયા, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ જીલરીયા, દશરથસિંહ પરમાર, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા, સતિષભાઇ કાંજીયા, હરેશભાઇ સરવૈયા વિગેરે દ્વારા કરેલ છે
