વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદના મથક ગામે પ્રેમલગ્ન કરનારા યુવાનના પિતાનું યુવતીના પિતાએ રાયધ્રા પાસેથી કર્યું અપહરણ


SHARE









હળવદના મથક ગામે પ્રેમલગ્ન કરનારા યુવાનના પિતાનું યુવતીના પિતાએ રાયધ્રા પાસેથી કર્યું અપહરણ

હળવદ તાલુકાના મથક ગામે રહેતા યુવાનના ભાઈએ પ્રેમલગ્ન કરેલાં હોય તેનો ખાર રાખીને યુવતીના પિતા દ્વારા પ્રેમ લગ્ન કરનાર યુવાનના પિતાનું તેની ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને હાલમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનના ભાઈએ યુવતીના પિતાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક ગામે ટાવર વાળી શેરીમાં રહેતા મહેશભાઈ મગનભાઈ રીબડીયા જાતે કોળી (ઉંમર ૨૦)એ હાલમાં મથકમાં રહેતા મુકેશભાઈ કાળુભાઈ રાવળદેવની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપી મુકેશભાઈની દીકરી રેખાની સાથે ફરિયાદીના ભાઈ સાગરે પ્રેમલગ્ન કરેલા છે તે બાબતનું મનદુઃખ રાખીને મુકેશભાઈએ પોતાની ગાડીમાં રાયધ્રા ગામના પાટિયા પાસેથી ફરિયાદીના પિતા મગનભાઈ (ઉંમર ૫૦) નું અપહરણ કર્યું હતું અને ફરિયાદી મહેશભાઈના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને મહેશભાઈ મગનભાઈએ હાલમાં મુકેશભાઈ કાળુભાઈ રાવળદેવની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૬૫, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મારામારીમાં ઇજા

મોરબી નજીક ભડિયાદ કાંઠા પાસે આવેલ સન સિરામિક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પ્રભાબેન કેશુભાઈ સોમાણી (ઉંમર ૫૦) રહે. ભડીયાદ કાંઠે વાળીને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને મારામારીના બનાવની પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

ઝેરી દવા પી લીધી

વાંકાનેર તાલુકાના નવા રાજાવડલા ગામે રહેતા રોહિતભાઈ કાળુભાઈ સોલંકી (ઉંમર ૧૯) એ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની સદભાવના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની આગળની તપાસ શરૂ કરી હતી




Latest News