મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો
Breaking news
Morbi Today

હળવદના દેવીપુર ગામે કાકાના દીકરાએ નોંધાવેલ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખીને યુવાન ઉપર છ શખ્સોનો હુમલો


SHARE









હળવદના દેવીપુર ગામે કાકાના દીકરાએ નોંધાવેલ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખીને યુવાન ઉપર છ શખ્સોનો હુમલો

હળવદ તાલુકાનાં દેવીપુર ગામે રહેતા યુવાનના કાકાના દીકરાએ નોંધાવેલ લેન્ડ ગ્રેબીંગની ફરિયાદનો ખાર રાખીને છ શખ્સો દ્વારા ધારીયુ, ધોકા અને પાઇપ વડે હુમલો કરીને માર મરવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાન સહિતના ત્રણ વ્યક્તિઓને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર લીધા બાદ યુવાને છ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં દેવીપુર ગામે રહેતા પરષોતમભાઈ નાનજીભાઈ તારબુંદીયા જાતે દલવાડી (૪૫)એ અંબારામભાઈ ઉકાભાઈ, વશરામભાઈ ત્રીભોવનભાઈ ધારીયા જાતે પરમાર રહે. રવાપર રોડ બજરંગ સોસાયટી મોરબી, ભગવાનભાઈ ઉકાભાઈ ધારીયા જાતે પરમાર રહે. ટીકર રણ, બળદેવભાઈ ત્રીભોવનભાઈ રહે. રવાપર રોડ મોરબી હસમુખભાઈ અંબારામભાઈ રહે. દેવીપુર અને પ્રદિપભાઈ ભગવાનભાઈ ઘારીયા પરમાર રહે. ટીકર વાળાની એસએમે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના કાકાના દિકરા નારાયણભાઈ દેવજીભાઈ તારબુંદિયા રહે. દેવીપુર વાળાએ આરોપી હસમુખભાઈ અંબારામભાઈ ધારીયા રહે. દેવીપુર વાળા વિરૂધ્ધમા લેન્ડ ગ્રેબીંગનો કેસ કરેલ છે જેનુ મન દુખ રાખીને અંબારામભાઈ ઉકાભાઈએ તેના હાથમા રહેલ ધારીયુ ફરીયાદીની ડાબી આંખ ઉપર મારતા ઈજા કરેલ હતી તેમજ આરોપી વશરામભાઈ ત્રીભોવનભાઈ ધારીયાએ ફરિયાદીને ડાબા હાથમા કોણી ઉપર માર માર્યો હતો અને અન્ય આરોપીઓએ લોખંડના પાઈપ, ધોકા વડે ફરિયાદી અને સાહેદ ચંદુભાઈ તેમજ અમ્રુતભાઈને માર માર્યો હતો અને તમામ આરોપીઓએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૩૨૪, ૩૨૫, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૧૪તથા જી.પી એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News