મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્ય કવિતાબેન મોદાણીના જન્મદિવસે બાળકોને મીજબાની


SHARE









મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્ય કવિતાબેન મોદાણીના જન્મદિવસે બાળકોને મીજબાની

મોરબીના મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્ય કવિતાબેનનો તા.૧૭ જુનના રોજ જન્મદિવસ હતો તેમના જન્મદિવસની ઉજવણી મોરબીની રાષ્ટ્રીય શાળામાં નાના ભૂલકાઓની સાથે કરવામાં આવી હતી. બાળકોની સાથે બાળગીતો, જોડકણા, તથા અંગ્રેજી કવિતા એક્શન સાથે ગવડાવીને બાળકોને ખુશ ખુશાલ કરાયા હતા.તથા તેમની સાથે ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરતા પ્રત્યેક વિદ્યાર્થીઓને ફુલ સ્કેપ ચોપડા, શૈક્ષણિક કીટ તથા ચોકલેટ આપી કવિતાબેનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.કવિતાબેનનો જન્મદિવસ શાળા માટે તથા પ્રત્યેક બાળકો માટે સંભારણું બની રહેશે.ત્યારબાદ હાજર રહેલા પ્રત્યેક મેમ્બરને કવિતાબેન તરફથી પાર્ટી આપવામાં આવી હતી.આ પ્રોજેક્ટને સફળ બનાવવા કવિતાબેન મોદાણી, રંજનાબેન સારડા, પ્રીતિબેન દેસાઈ, નિશાબેન બંસલ, રેખાબેન મોર, ચેતનાબેન અગ્રવાલ, મયુરીબેન કોટેચા, બબીતાબેન સાંગી, જ્યોતિબેન શર્મા, સારિકાબેન સિંહા, અરૂણાબેન સિંગ, ચંદાબેન કાબરા, ક્રિષ્નાબેન કાબરા, અંજલીબેન મહેશ્વરી, કિરણ પ્રિતકોર, ઉમાબેન અગ્રવાલ સહિત અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News