વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાનને રાતે અઢી વાગ્યે ફોન કરીને માંગી પાંચ લાખની ખંડણી


SHARE









વાંકાનેરમાં યુવાનને રાતે અઢી વાગ્યે ફોન કરીને માંગી પાંચ લાખની ખંડણી

વાંકાનેરની મોમીન સોસાયટીમાં દરગાહ સામે લક્ષ્મીપરામાં રહેતા યુવાનને રાતના અઢી વાગ્યાના અરસામાં ફોન કરીને ગાળો આપવામાં આવી હતી અને બાદમાં તેની પાસેથી પાંચ લાખની ખંડણી માંગવામાં આવી હતી જેથી કરીને યુવાને ફરિયાદ નોંધવાતા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની મોમીન સોસાયટીમાં દરગાહ સામે લક્ષ્મીપરામાં રહેતા સરફરાજભાઈ મહમદભાઈ ભોરણીયા જાતે મોમીન મુસ્લીમ (૩૫)એ હાલમાં વાંકાનેરના કુંભારપરામાં રહેતા મોહશીન સીકંદરભાઈ શાહમદાર જાતે ફકીર જેના મોબાઈલ નંબર ૮૩૪૭૨ ૮૪૦૪૭ છે તેની સામે ખંડણીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યું છે કે, ગત તા ૧૬ ના રોજ રાતે અઢી વાગ્યાના અરસામાં આરોપીએ ફરીયાદી તથા સાહેદ ઝેદ પીરજાદાને ફોન કર્યો હતો અને વીના કારણે ગાળો આપી હતી અને ફરીયાદી યુવાન પાસે પાંચ લાખની માંગણી કરી હતી જેથી ફરીયાદીએ હાના-કાની કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાનને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈ.પી.સી. કલમ ૫૦૪, ૫૦૭, ૩૮૫ મુજબ ગુનો નોંધીને હાલમાં આરોપી મોહશીન સીકંદરભાઈ શાહમદાર જાતે ફકીરની ધરપકડ કરેલ છે




Latest News