મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ભૂકંપનું જોખમ ઘટાડવા અને વ્યવસ્થાપન અંગે તાલીમનું આયોજન


SHARE

















મોરબીમાં ભૂકંપનું જોખમ ઘટાડવા અને વ્યવસ્થાપન અંગે તાલીમનું આયોજન

મોરબીમાં ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, GSDMA અને જિલ્લા વહીવટીતંત્રડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલમોરબી જિલ્લાના સહયોગથી કન્સ્ટ્રક્શન લાઇન સાથે જોડાયેલા એન્જિનિયરો માટે ભૂકંપનું જોખમ ઘટાડવા અને વ્યવસ્થાપન ૨ દિવસીય જિલ્લા કક્ષાના તાલીમ કાર્યક્રમનું કલેક્ટર કચેરી  ખાતે અયોજન કરવામાં આવ્યું હતું.

૨૦૦૧ માં કચ્છ-ભુજમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે મોરબી જિલ્લો પણ ગંભીર રીતે પ્રભાવિત થયો હતો. જટિલ માળખાકીય સુવિધાઓ સહિત ઘણી ઇમારતોને નુકસાન થયું હતું અને સામાન્ય  જન-જીવન પણ ખોરવાઈ ગયું હતું. જેથી પૂર્વ તકેદારીના પગલારૂપે આવી તાલીમ અગત્યનો ભાગ ભજવે છે. BMTPC-એટલાસ મુજબમોરબી સિસ્મિક ઝોન - IV માં આવેલું છે જે ઉચ્ચ જોખમી ક્ષેત્ર છે એટલે કે રિક્ટર સ્કેલ મુજબ ધરતીકંપની શક્યતાઓ રહે છે. જેથી સંભવિત નુકશાનથી બચવાના હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરક્ષિત ઈમારતો દ્વારા આપત્તિના જોખમને ઘટાડવા માટે આ તાલીમનું અયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ ક્ષેત્રે કામ કરતા ઈજનેરો સુરક્ષિત બાંધકામ પદ્ધતિઓમાં નવીનતમ પદ્ધતિઓ અને ટેક્નોલોજી અંગે અવગત કરાયા હતા. મોરબી જિલ્લામાં ભૂકંપના જોખમને ધ્યાનમાં રાખીને રાખવામાં આવેલી આ તાલીમમાં કલેક્ટર જે.બી.પટેલનિવાસી અધિક કલેક્ટર એન.કે.મુછારમાર્ગ અને મકાન વિભાગ (રાજ્ય),  માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ના  ઈજનેરસિંચાઈ વિભાગ (રાજ્ય અને પંચાયત બન્ને)ના ઇજનેરએસ.એસ.એ.ના ઈજનેરનગરપાલિકાના ઈજનેર વગેરે હાજર રહ્યા હતા.




Latest News