મોરબી પાટીદારધામ દ્વારા પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખનું સન્માન કરાયું
મોરબીના રંગપર ગામે મોબાઇલની વાતને લઈને સામસામે મારામારી, યુવાન સારવારમાં
SHARE







મોરબીના રંગપર ગામે મોબાઇલની વાતને લઈને સામસામે મારામારી, યુવાન સારવારમાં
મોરબીના જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામ નજીક સિયારામ વિટ્રીફાઈડની સામે આવેલા ફિનોલાઇટ સીરામીકમાં રહીને મજૂરીકામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની અખિલેશસિંગ બેરિસ્ટરસિંગ નામના ૩૯ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવારમાં સામેકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે લઇ જવાયો હતો. તેના ઉપર મધ્યપ્રદેશના બે ઈસમોએ ધોકા વડે હુમલો કર્યો હોય સારવારમાં ખસેડાયો હોવાનું તેને સારવાર માટે લઈ જનાર ધનંજયભાઈ પાસેથી જાણવા મળેલ છે. વધુમાં મળતી માહિતી મુજબ કારખાનામાં મોબાઈલ ખોવાયેલો હોય અને સામેવાળા હુમલો કરનાર બંને ઇસમોને એમ લાગ્યું કે તે મોબાઈલ અખીલેષસિંગે લીધેલ છે અને તે વાતને લઈને બંને પક્ષે ઝઘડો થયો હતો અને બાદમાં મારામારીનો બનાવ બન્યો હોય હાલમાં બનાવ અંગે બીટ જમાદાર આર.બી.વ્યાસ તપાસ ચલાવી છે.
યુવાન-બાળકી સારવારમાં
મોરબીના લાલપર ગામ પાસે રહેતો ગોવિંદ રઘુવિરસિંગ ઠાકોર નામનો ૨૦ વર્ષનો યુવાન મોરબીના જેતપર રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે ત્યાં રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જવાથી માથાના ભાગે ઇજા થતા તેને હાલમાં ૧૦૮ ના સુનીલભાઇ દ્રારા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસ તપાસ ચલાવી રહ્યા છે. જ્યારે મોરબીના જેતપર (મચ્છુ) ગામે ભરવાડ શેરીમાં રહેતી નંદિનીબેન રમેશભાઈ માલણીયાત નામની ૧૦ વર્ષીય બાળકી ગામમાં આવેલ શિવ મંદિર નજીકથી પગપાળા જતી હતી ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા ફેકચર જેવી ગંભીર ઇજાઓ સાથે નંદીનીબેનને અહીંની મારૂતિ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાઇ છે તે અંગે પણ બીટ જમાદાર આર.બી.વ્યાસ તપાસ ચલાવી રહ્યા છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
