મોરબીના રંગપર ગામે મોબાઇલની વાતને લઈને સામસામે મારામારી, યુવાન સારવારમાં
હળવદના ચરાડવાથી ઈશ્વરનગર વચ્ચે પોલીસને જોઇને દારૂ ભરેલી કાર કેનાલમાં છોડીને આરોપી ફરાર: ૨.૭૩ લાખનો મુદ્દામાલ જપ્ત
SHARE







હળવદના ચરાડવાથી ઈશ્વરનગર વચ્ચે પોલીસને જોઇને દારૂ ભરેલી કાર કેનાલમાં છોડીને આરોપી ફરાર: ૨.૭૩ લાખનો મુદ્દામાલ જપ્ત
હળવદના ચરાડવાથી ઈશ્વરનગર જવાના રસ્તે સ્વીફટ કાર પસાર થતી હતી જેમાં કાર ચાલકે પોતાની કાર પોલીસને જોઈને મારી મૂકી હતી અને આ કારને કેનાલમાં નાખી બુટલેગર નાસી ગયો હતો જે કારમાથી પપ બોટલ દારૂ અને ૨૪ બીયરના ટીન મળી આવ્યા છે જેથી કરીને પોલીસે ૨.૭૩.૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને નાશી છૂટેલા બુટલેગરને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
ચરાડવા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચરાડવાથી ઈશ્વરનગર જવાના રસ્તેથી એક શંકા સ્પદ કાર પસાર થતા પોલીસ દ્વારા તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે, કાર ચાલકે તેની કારને મારી મૂકી હતી અને ઈશ્વરનગર જવાના રોડ પરથી પસાર થતી બ્રાહ્મણ ડેમની કેનાલમાં આ કાર નાખી કાર ચાલક નાશી છૂટ્યો હતો જેથી પોલીસ દ્વારા કાર ચેક કરવામાં આવતા તેમાથી ૫૫ બોટલ દારૂ અને ૨૪ બીયરના ટીન મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ બીયર અને કાર મળીને ૨.૭૩.૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને દારૂ બીયર ભરેલી કાર છોડીને નાશી ગયેલા બુટલેગરને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
