મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી : ટંકારા પોલીસે સજજનપર ગામેથી રોકડા રૂા.૭૦,૪૦૦ સાથે જુગાર રમતા ૧૧ ને દબોચ્યા


SHARE













મોરબી : ટંકારા પોલીસે સજજનપર ગામેથી રોકડા રૂા.૭૦,૪૦૦ સાથે જુગાર રમતા ૧૧ ને દબોચ્યા

મોરબીની ટંકાર પોલીસે તાલુકાના સજજનપર ગામે વાડીમાં ચાલતા જુગારધામ ઉપર રેડ કરીને પતે રમતા ૧૧ પતાપ્રેમીઓની રોકડા રૂા.૭૯,૪૦૦ તેમજ નવ મોબાઈલ અને પાંચ બાઇક મળી કુલ રૂા.૧,૮૮,૪૦૦ ના મુદ્દામાલ સાથે અટકાયત કરેલ છે.

મોરબી જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરા દ્રારા જીલ્લામાં દારૂ-જુગારની બદીને કડક હાથે ડામી દેવા સુચના કરાયેલ હોય તેના અમલ માટે ડીવાયએસપી રાધીકા ભારાઇ અને સીપીઆઇ એચ.એન.રાઠોડ સક્રીય હોય તેમના માર્ગદર્શન હેઠળ કાર્યરત ટંકારા પીએસઆઇ બી.ડી.પરમાર તથા સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે સજનપર (ધુ.) ગામે ધનજીભાઈ દેવરાજભાઈ ગોરીયા રહે.સજનપર વાળો પોતાના કબ્બા ભોગવટાની વાડી-ખેતરમાં બહારથી માણસોને બોલાવીને જુગાર રમવાના સાધન-સગવડ પુરા પાડી પૈસા વડે હારજીતનો જુગાર રમે-રમાડે છે. જેથી ત્યાં રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી રોકડા રૂા.૭૦,૪૦૦, એક લાખની કિંમતના પાંચ બાઇક તેમજ રૂા.૧૮ હજારની કિંમતના પાંચ મોબાઇલો સાથે પોલીસે વાડી માલીક ધનજીભાઈ દેવરાજભાઈ ગોરીયા જાતે કોળી (૩૫) ધંધો ખેતી રહે.સજનપર (ધુ) તા.ટંકારા, કિશોરભાઈ મોહનભાઈ મકવાણા જાતે કોળી (૨૨) ધંધો મજુરી રહે.સજનપર તા.ટંકારા, દિપકભાઈ નરશીભાઈ ભીસડીયા જાતે કોળી (૨૮) ધંધો મજુરી રહે.સજનપર તા ટંકારા, મનસુખભાઈ પ્રભુભાઈ કારેલીયા જાતે કોળી (૨૭) ધંધો ડ્રાઈવીંગ રહે.સજનપર કાંતિલાલભાઈ નારણભાઈ ભેંસદડીયા જાતે પટેલ (પર) ધંધો ખેતી રહે.સજનપર, મહેશભાઈ રમેશભાઈ ગોરીયા જાતે કોળી (૩૦) ધંધો ખેતી રહે.સજનપર, મહેશભાઈ ધનજીભાઈ સુરેલા જાતે કોળી (૩૦) ધંધો ડ્રાઈવીંગ રહે.સજનપર, દિપકભાઈ દેવરાજભાઈ ફીચડીયા જાતે કોળી (૩૨) ધંધો ડ્રાઈવીંગ રહે.સજનપર, અશોકભાઈ ધનજીભાઈ સુરેલા જાતે કોળી (૩૬) ધંધો ખેતી રહે.સજનપર, દિનેશભાઈ શીવાભાઈ દેસાઈ જાતે પટેલ (૪૨) ધંધો ખેતી રહે. સજનપર અને ધીરૂભાઈ ધનાભાઈ સાબરીયા જાતે કોળી (૪૨) ધંધો મજુરી રહે.સજનપર તા ટંકારા .જી.મોરબીની ધરપકડ કરીને જુગારધારાની કલમ ૪-૫ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરોકત કામગીરી પીએસઆઇબી.ડી.પરમાર તથા સર્વલન્સ સ્કવોડના કિશોરદાન ગઢવી, નગીનદાસ નીમાવત, વિજયભાઈ બાર, સિધ્ધરાજસિહ જાડેજા, સિધ્ધરાજસિહ અર્જુનસિંહ તથા રમેશભાઈ રબારીએ કરી હતી.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News