વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદના ગોલાસણ નજીક કેનાલ પાસે જુગાર રમતા સાત ઝડપાયા : ૨૫,૨૦૦ નો મુદામાલ કબ્જે


SHARE









હળવદના ગોલાસણ નજીક કેનાલ પાસે જુગાર રમતા સાત ઝડપાયા : ૨૫,૨૦૦ નો મુદામાલ કબ્જે

હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં માઇનોર કેનાલ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સાત શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા.જેથી પોલીસે ૨૫,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરીને સાત જુગારીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાંથી પસાર થતી માઇનોર કેનાલ પાસે અમુક ઇસમો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપર ધનજીભાઈ ગેલાભાઈ ઉડેચા, વિનોદભાઈ હમીરભાઈ કોપાણીયા, રસિકભાઈ બધુભાઈ આંકડિયા, કાંતિલાલ ભીખાલાલ દેકાવાડીયા, વિક્રમભાઈ ઈશ્વરભાઈ વિરાણી, મુકેશભાઈ બચુભાઈ દેસાઈ અને પ્રવીણભાઈ નરસીભાઈ આદ્રોજા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેમની પાસેથી ૨૫,૨૦૦ ની રોકડ કબ્જે કરીને સાતેયની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લૂંટાવદર ગામે રહેતા ગૌરીબેન ભાણજીભાઈ બાવરવા નામના ૫૬ વર્ષીય વૃદ્ધા ગામમાં હનુમાન મંદિર પાસેથી બાઈકમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઇજગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના શકત શનાળા ગામે રહેતા વિજયભાઈ આણંદભાઈ નાટકા (૩૭) અને તેમનો નવ વર્ષીય પુત્ર ક્રિષ્ના બંને ગોર ખીજડીયા ગામ પાસેથી બાઈક લઈને જતા હતા અને રસ્તામાં તેઓ બંને બાઈકમાંથી નીચે પડી જતા ઈજાઓ થવાથી બંનેને સારવારમાં ખસેડાયા હતા.

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરામાં રહેતા હકાભાઇ બાબુભાઈ ગણેશિયા નામના ૫૮ વર્ષના આધેડને મારામારીના બનાવવામાં ઇજાઓ થવાથી તેમને સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.તેમજ મોરબીના સામાકાંઠે નેશનલ હાઇવે ઉપર આવેલ શક્તિ સોસાયટીમાં રહેતા હેતલબેન રાકેશભાઈ ઘુમલીયા નામની ૩૨ વર્ષીય મહિલા સિરામિક સિટી પાસેથી રોડ ઉપર પગપાળા જતી હતી ત્યાં વાહન અકસ્માતના બનાવમાં તેણીને ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.




Latest News