મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારા : ગણિતના થ્રીડી મોડલ બનાવી શકાય તે માટે સરાયા શાળામાં કીટ અર્પણ કરાઇ


SHARE









ટંકારા : ગણિતના થ્રીડી મોડલ બનાવી શકાય તે માટે સરાયા શાળામાં કીટ અર્પણ કરાઇ

ટંકારા તાલુકાની સરાયા તાલુકા શાળામાં ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ-રાજકોટ દ્વારા "અમૃત ભારત ગુજરાત ગણિત મહોત્સવ-૨૦૨૨" ની ઉજવણી કરવામાં આવી હતી.ટંકારા તાલુકા શાળાની શ્રી સરાયા તાલુકા શાળામાં ગણિતના થ્રીડી મોડલના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એઆઇઆરએમસીના અધ્યક્ષ ડો.ચંદ્રમોલી જોશી, મેહુલ હરસોરા, આચાર્ય ચુનીલાલ, સાયન્સ ટીચર સુનિલ સંઘાણી, નિલેશભાઇ તેમજ સમગ્ર શાળા પરિવાર સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.વિદ્યાર્થીઓ જાતે ગણિતના થ્રીડી મોડલ બનાવી શકે તે માટે આ કાર્યક્રમને અંતે મેથ્સ લેબ એટ હોમ (ગણિતની પ્રયોગશાળા).ની કીટ સંસ્થાને વિના મૂલ્યે આપવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓ ગણિત વિષય પ્રત્યે અભિરુચિ કેળવે જે બદલ શાળા પરીવારે સંસ્થાનો આભાર માન્યો હતો.




Latest News