મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં આરએસએસના કુટુંબ પ્રબોધન વર્ગમાં નવદંપતીઓને સલાહ : કુટુંબ સંયુક્ત રહે તે બાબતને અગ્રતા આપવી જોઈએ


SHARE









મોરબીમાં આરએસએસના કુટુંબ પ્રબોધન વર્ગમાં નવદંપતીઓને સલાહ : કુટુંબ સંયુક્ત રહે તે બાબતને અગ્રતા આપવી જોઈએ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-મોરબી દ્વારા કુટુંબ પ્રબોધન અંતર્ગત 'નવદંપતિ સંવાદ' કાર્યક્રમનું શિશુમંદિર શનાળા મુકામે આયોજન થયું હતું.આદર્શ સમાજના નિર્માણ માટે આદર્શ પરિવારએ પાયારૂપ બાબત છે.તાજેતરમાં જે યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હોય તેવા ૮૧ નવયુગલોએ આ માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ.

ઉપસ્થિત નવદંપતિઓને રાષ્ટીય સ્વયંસેવક સંઘ-રાજકોટ વિભાગ કાર્યવાહ ચંદ્રકાંતભાઈ ઘેંટિયાએ પ્રાસંગીક ઉદબોધ્ધનમાં જણાવેલ કે જીવનસાથી પ્રત્યે પ્રેમ અને મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ જીવનમાં વ્યવહાર કુશળતા લાવવી જોઈએ, કુટુંબ સંયુક્ત રહે તે બાબતને અગ્રતા આપવી જોઈએ, સહનશીલતા રાખવી જોઇએ, બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન માતા શ્રેષ્ઠ રીતે કરી શકે છે માટે નાની વયે જ બાળકમાં સારા સંસ્કારોનું વાવેતર કરવુ જોઇએ, તે ઉપરાંત શિશુમંદિરના નિયામક સુનિલભાઈ પરમારે જણાવેલ કે લગ્ન જીવનમાં અનેક પડકારો અને મુશ્કેલીઓ આવતી હોય છે તેને શાંતિપૂર્ણ અને કુનેહથી હલ કરી શકાય અને તે માટે દંપતિઓએ એકમેકને સહયોગ આપવો જોઈએ.લગ્ન જીવન એકમેકના સાથ સહકાર અને સમજણથી આદર્શ બને તે માટે પ્રયત્ન કરવો જોઈએ.કાર્યક્રમ દરમ્યાન ઉત્સાહપૂર્વ વાતાવરણમાં કવિઝ અને રમતોનું પણ આયોજન કરવામાં આવેલ.ઉપસ્થિત નવ દંપતિઓએ કુટુંબ પ્રબોધનના કાર્યક્રમો વારંવાર થાય તે માટે આગ્રહ ભરી વિનંતી કરી હતી.મોરબી જિલ્લા સંઘચાલક લલિતભાઈ ભાલોડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News