મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદમાં કે.કે. કન્સ્ટ્રક્શન નામની દુકાનમાંથી ૩૮ બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ 


SHARE







હળવદમાં કે.કે. કન્સ્ટ્રક્શન નામની દુકાનમાંથી ૩૮ બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ 

હળવદ શહેરમાં દિવ્યા પાર્ક-૨ બહાર રોડ ઉપર આવેલ કોમ્પલેક્ષમાં કે.કે. કન્સ્ટ્રક્શન નામની દુકાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે દુકાનમાંથી ૩૮ બોટલ દારૂ મળી આવ્યો હોય પોલીસે હાલમાં દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને એક શખ્સને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ શહેરમાં આવેલ દિવ્યા પાર્ક-૨ ની બહારના ભાગમાં આવેલ કોમ્પલેક્ષમાં કે.કે. કન્સ્ટ્રકશન નામની દુકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસ દ્વારા તે દુકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે જુદી-જુદી બ્રાન્ડની દારૂની ૩૮ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૮૮૪૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને દુકાનમાંથી ખેંગારભાઈ રામજીભાઈ કલોતરા જાતે રબારી (ઉંમર ૩૨૦ રહે.  ઈશ્વરનગર તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી એક મોબાઈલ સહિત ફૂલ મળીને ૧૩૮૪૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આ શખ્સે દેવળીયા ગામે રહેતા ફિરોજભાઈ ઇસાભાઇ મીયાણા પાસેથી દારૂની બોટલો લીધી હોવાની કબુલાત આપી હોય તેની સામે પણ પોલીસે ગુનો નોંધીને તેને પકડવા માટે શરૂ કરેલ છે

જુગારી પકડાયા

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા ગામ પાસે રિલાયન્સના પેટ્રોલ પંપની બાજુમાં બાવળની જાળીમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે રાકેશભાઈ હીરાભાઈ સોલંકી, કાળુભાઈ જેરામભાઈ સાલાણી, જયસુખભાઈ મનસુખભાઈ સારેસા અને વિજયભાઈ વિનોદભાઈ વાઘેલા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસ દ્વારા તેની પાસેથી ૧૦૧૦ રૂપિયાની રોકડ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી






Latest News