મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

હળવદમાં 10 ટકા લેખે રૂપિયા લેનારા યુવાને ત્રણ ગણી રકમ ચુકવી છતાં યુવાનનું અપહરણ કરીને માર માર્યો


SHARE









હળવદમાં 10 ટકા લેખે રૂપિયા લેનારા યુવાને ત્રણ ગણી રકમ ચુકવી છતાં યુવાનનું અપહરણ કરીને માર માર્યો

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોની અંદર ગેરકાયદેસર વ્યાજ વટાવના ધંધા બેફામ ચાલી રહ્યા છે અને અવારનવાર વ્યાજખોરોની સામે ફરિયાદો પણ નોંધાતી હોય છે તેમ છતાં પણ વ્યાજખોરો સામે કડક હાથે કામગીરી કરવામાં આવતી ન હોવાથી વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલા લોકોને ડરાવવા, ધમકાવવાથી લઈને અપહરણ કરીને માર મારવા સુધીના બનાવો મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં અગાઉ બની ચૂક્યા છે આવી જ રીતે હળવદ શહેરના ભવાનીનગર વિસ્તારની અંદર રહેતા યુવાને દસ ટકા લેખે ત્રણ લાખ રૂપિયા લીધા હતા જેની સામે તેણે ત્રણ ગણી રકમ ચૂકવી દીધી હોવા છતાં પણ મુળી અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાનનું સરા નાકા પાસેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને છ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને તેના પરિવારજનોને પણ મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છ શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ શહેરના ભવાનીનગર વિસ્તારમાં લાંબાડેરી પાસે રહેતા જુમાભાઇ કરીમભાઈ નારેજા (ઉંમર વર્ષ 45)એ હાલમાં મયુર રબારી, નરશી રબારી, વિક્રમ મનુભાઈ રબારી અને મનુભાઈ રબારી રહે ચારે હળવદ અને અજાણ્યા બે આમ કુલ મળીને છ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેને આરોપીઓ પાસેથી દસ ટકાના વ્યાજે ત્રણ લાખ રૂપિયા લીધા હતા જેની સામે તેણે ત્રણ ગણી રકમ તે લોકોને પરત ચૂકવી દીધી હોવા છતાં પણ આરોપીઓ દ્વારા તેની પાસેથી વ્યાજ અને મૂડીની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને બળજબરીથી રૂપિયા કઢાવવા માટે થઈને મયુર રબારી, નરશી રબારી અને વિક્રમ રબારી દ્વારા હળવદના સરા નાકા પાસેથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને લાકડાના ધોકા અને પાઇપથી માર મારવામાં આવ્યો હતો તેમજ મનુભાઈ રબારીએ છરી વડે તેને શરીરે ઇજા કરી હતી અને અન્ય બે શખ્સ હતા તેણે પણ ઢીકા પાટુનો માર માર્યો હતો અને અગાઉ આરોપીઓ દ્વારા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા જુમાભાઇ નારેજા દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આઈપીસી કલમ 323, 324, 326, 367, 504, 506 (2), 114 તેમજ ગુજરાત નાણાધિરધાર અધિનિયમન 2011 ની કલમ 40, 42 (ડી) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે




Latest News