મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

આગાહીની અસર: મોરબીના પ્રાંત અધિકારી-મામલતદાર ડેમની મુલાકાતે


SHARE









આગાહીની અસર: મોરબીના પ્રાંત અધિકારી-મામલતદાર ડેમની મુલાકાતે

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી બે દિવસમાં મોરબી જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે જેથી રાજ્યના કેટલાક જિલ્લાઓને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે જેમાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ થાય છે જેથી કરીને મોરબીના પ્રાંત અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલા તેમજ મોરબીના મામલતદાર નિખિલભાઈ સહિતની ટીમ દ્વારા મોરબી માટે આશીર્વાદ સમાન મહાકાય મચ્છુ-૨ ડેમ તથા મચ્છુ-૩ ડેમની સાઈટ વિઝીટ કરવામાં આવી હતી અને હાલમાં જળ જથ્થાની પરિસ્થિતિ શું છે ? અને આગામી સમયમાં જો હવામાન ખાતાની આગાહી મુજબ અતિભારે વરસાદ મોરબી જિલ્લામાં પડે તો પાણીના જથ્થાને કઈ રીતે લોકોને ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે ડેમમાંથી છોડી શકાય તેના માટેની સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા ચર્ચાઓ કરવામાં આવી હતી




Latest News