મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રાંતિજયોત એપાર્ટમેન્ટના પાર્કીગમાં ક્રિકેટ સટ્ટો રમતા બે ઝડપાયા


SHARE









મોરબીમાં ક્રાંતિજયોત એપાર્ટમેન્ટના પાર્કીગમાં ક્રિકેટ સટ્ટો રમતા બે ઝડપાયા

મોરબીના મહેન્દ્રનગર ગામે કાંતિ જયોત એપાર્ટમેન્ટના પાર્કીગમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા હોવાની બાતમી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સ મળી આવ્યા હતા જેની પાસેથી પોલીસે બે મોબાઈલ સહિત ૨૭૫૫૦ નો મુદામાલ કબજે કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ કાંતિ જયોત એપાર્ટમેન્ટના પાર્કીગમાં જાહેરમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે હાલમાં ચાલી રહેલ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડની વન-ડે કિકેટ મેચનું ક્રિક્રેટ્ટ લાઇન ગુરૂ એપ્લીકેશનમાં જીવંત પ્રસારણ જોઈને મોબાઇલ ફોન ઉપરથી એકબીજાના વ્હોટસએપમાં મેસેજ ટાઇપ કરીને રનફેર તથા મેચની હારજીતનો જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૨૫૦૦૦ ની કિંમતના બે મોબાઈલ અને રોકડા રૂપિયા ૨૫૫૦ એમ કુલ મળીને ૨૭,૫૫૦ ના મુદામાલ સાથે જતીનભાઇ મનસુખભાઇ દેસાઇ જાતે પટેલ (ઉમર ૨૯) રહે. કાંતિજયોત એપાર્ટમેન્ટ એ-૧ મકાન  નં.૫૦૪ અને વાસુભાઇ બેચરભાઇ ગોરીયા જાતે પટેલ (ઉમર ૪૨) રહે. ઓમપાર્ક સોસાયટી રાજનગર બાજુમાં પંચાસર રોડ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.

ઝેરી દવા પી ગઇ

મોરબીના હળવદ તાલુકાના માથક ગામે રહેતા અને મજૂરી કામ કરતા આદિવાસી પરિવારના અરૂણાબેન કેશુભાઈ તડવી નામની ૨૦ વર્ષની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને ગઈકાલે મોડી રાત્રિના તેણીને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હોય અહીં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.જોકે જીલ્લા કક્ષાની સિવિલમાં બર્ન્સ વિભાગ, ક્રિટીકલકેર વિભાગ કે ટ્રોમા સેન્ટર ન હોવાના લીધે રાબેતા મુજબ અરૂણાબેન નામની આદિવાસી મહિલાને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.બનાવને પગલે જાણ થતાં એ ડિવિઝન પોલીસ સ્ટાફ તપાસ માટે ગયો હતો જોકે ભોગ બનેલ મહિલાને રાજકોટ રીફર કરી દેવામાં આવેલી હોય આ બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના હળવદ તાલુકાના ચિત્રોડી ગામના રહેવાસી બટુકભાઈ ગોરધનભાઈ કુંઢીયા નામનો ૩૦ વર્ષનો યુવાન દીઘડિયા ગામ પાસેથી મોટરસાયકલમાં જતો હતો ત્યારે અકસ્માતે મોટરસાયકલમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો




Latest News