વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ઇન્દીરાનગરમાં ભંગારના ડેલામાં જુગાર રમતા છ શખ્સો ૧,૧૧,૫૦૦ ની રોકડ સાથે ઝડપાયા


SHARE









મોરબીના ઇન્દીરાનગરમાં ભંગારના ડેલામાં જુગાર રમતા છ શખ્સો ૧,૧૧,૫૦૦ ની રોકડ સાથે ઝડપાયા

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ ઇન્દીરાનગરમાં જુની સમર્પણ હોસ્પિટલ પાછળ, શેરી નં.-૨ માં આવેલ ભંગારના ડેલામાં જુગાર રમતા હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારીની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧,૧૧,૫૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ ઇન્દીરાનગરમાં જુની સમર્પણ હોસ્પિટલ પાછળ આવેલ ભંગારના ડેલામાં એલસીબીની ટીમે જુગારની રેડ કરી હતી ત્યારે મનીષભાઇ ભાણજીભાઇ જગોદણા (૪૨),  રોહિતભાઇ જયંતિભાઇ કુણપરા (૩૪), પરેશભાઇ મહાદેવભાઇ જગોદણા (૩૫), દિનેશભાઇ બાલજીભાઇ જગોદણા (૪૨) અને હરસુખભાઇ ગાંડુભાઇ જેઠલોજા (૫૪) રહે. બધા જ નવી પીપળી તેમજ અશોકભાઇ ગાંડુભાઇ બાપોદરા (૪૩) રહે. માનગઢ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રેઇડ દરમ્યાન ગંજીપતાના પાના અને રોકડ ૧,૧૧,૫૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને તેની સામે જુગાર ધારા હેઠળ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધાવીને જુગારી તેમજ મુદામાલ ત્યાં સોફી આપેલ છે

મારમારીમાં ઇજા

મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ મનીષ વિદ્યાલય પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં જયદીપ વ્રજલાલ ડાભી (ઉંમર ૩૫) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને મારામારીના બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

જોડિયા તાલુકાના રસનાળ ગામે રહેતા હરપાલસિંહ જાડેજાનો છ વર્ષનો દીકરો ધર્મરાજસિંહ બાઇકમાં બેસીને વાડીએ જતો હતો ત્યારે રસ્તામાં તે બાઈકમાંથી નીચે પડી ગયો હતો જેથી કરીને તેને ઇજાઓ થવાના કારણે મોરબીમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર માટે લઈ આવ્યા છે અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા

માળીયા મીયાણામાં રહેતા રોશનબેન ગફારભાઈ જેડા (૪૦) અને સેનાજબેન ગફારભાઈ જેડા (૨૦) ને મારામારીના બનાવવામાં ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે પ્રાથમિક તપાસ કરીને આગળની તપાસ માટે માળીયા પોલીસને જાણ કરી છે




Latest News