મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાંથી યુવા-ઉત્સવમાં લેવા  ઉમેદવારોએ ૫ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી


SHARE









મોરબી જીલ્લામાંથી યુવા-ઉત્સવમાં લેવા  ઉમેદવારોએ ૫ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી મોરબી દ્વારા સંચાલિત યુવા-ઉત્સવ ૨૦૨૨-૨૩ યોજાનાર છે. જેમાં ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથમાં ત્રણ  વિભાગ જેવા કે,(૧) ૧૫ થી ૨૦ વર્ષ -"અ" વિભાગ (૨) ૨૦ થી ૨૯ વર્ષ  "બ"-વિભાગ (૩) ૧૫ થી ૨૯ વર્ષ  ખુલ્લો વિભાગ સાથે તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા, રાજ્યકક્ષા, એમ વિવિધ સ્તરે યુવા ઉત્સવ યોજાશે.

આ યુવા ઉત્સવમાં ભાગ લેવા ઈચ્છુક  ઉમેદવારોએ પોતાના નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ અને ઉંમર, સ્પર્ધાનું નામ તથા ઇ-મેઈલ આઈ-ડી લખી તથા આધારકાર્ડની નકલ  સાથે રાખી તા.૦૫/૦૮/૨૦૨૨ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં. ૨૩૬/૨૫૭, ૨જો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨ (૩૬૩૬૪૨) ખાતે જમાં કરવાના રહેશે. તા.૫/૮ પછી આવનાર એન્ટ્રી સ્વીકાર્ય રહેશે નહી.

આ યુવા ઉત્સવમાં સાહિત્ય વિભાગમાં (૧) વકતૃત્વ, (૨) નિબંધ, (3) પાદપૂર્તિ, (૪) ગઝલ – શાયરી લેખન, (૫) કાવ્ય લેખન (૬)દોહા છંદ ચોપાઈ (૭) લોક વાર્તા, કળા વિભાગમાં (૧) સર્જનાત્મક કારીગરી (૨) ચિત્ર કલા, સાંસ્કૃતિક વિભાગમાં (૧) લગ્ન ગીત (૨) હળવું કંઠ્ય સંગીત (૩) લોકવાદ્ય (૪) ભજન (૫) સમૂહગીત (૬) એક પાત્રીય અભિનય એમ વિવિધ સ્પર્ધાઓ યોજાશે.લોક નૃત્ય, લોક ગીત, એકાંકી (હિન્દી/અંગ્રેજી), શાસ્ત્રીય કંઠ્ય સંગીત, કર્ણાટકી સંગીત, સિતાર, વાંસળી, તબલાં, વીણાં, મૃદંગમ, હાર્મોનીયમ(હળવું), ગીટાર, શાસ્ત્રીય નૃત્ય-ભરતનાટ્યમ,  શાસ્ત્રીય નૃત્ય–મણીપુરી, શાસ્ત્રીય નૃત્ય–ઓડીસી, શાસ્ત્રીય નૃત્ય–કથ્થક, શાસ્ત્રીય નૃત્ય–કુચીપુડી, શીઘ્ર વકૃત્વ(હિન્દી-અંગ્રેજી) તમામ સ્પર્ધા ઓનલાઈન થવાની હોઈ એન્ટ્રી DVD/Pen drive થી મોકલવાની રહેશે તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




Latest News