મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં મહાનુભાવોની ઉપસ્થિતમાં ગુરુ પૂર્ણિમાએ વિદ્યા સહાયક સ્થળ પસંદગી કેમ્પ યોજાયો


SHARE









મોરબી જિલ્લામાં મહાનુભાવોની ઉપસ્થિતમાં ગુરુ પૂર્ણિમાએ વિદ્યા સહાયક સ્થળ પસંદગી કેમ્પ યોજાયો

મોરબી જિલ્લામાં મહાનુભાવોની ઉપસ્થિતમાં ગુરુ પૂર્ણિમાએ વિદ્યા સહાયક સ્થળ પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા, શિક્ષણ સમિતિ ચેરમેન પ્રવિણભાઇ સોનગ્રા, જીજ્ઞેશભાઈ કૈલા, જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ વિડજા, પ્રજ્ઞાબેન રાદડિયા સિનિયર લેક્ચરર ડાયટ-રાજકોટ તેમજ શિક્ષકોના તમામ સંગઠનોના હોદેદારોની હાજરીમાં વિદ્યા સહાયક સ્થળ પસંદગી કેમ્પ યોજાયો હતો અને તેઓના વરદ્દ હસ્તે હુકમ અર્પણ કર્યા હતા

સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણને ગુણવત્તાલક્ષી અને વેગવંતુ બનાવવા વિદ્યાર્થીઓના હિતાર્થે અનેકવિધ કાર્યક્રમો યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે એ અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના તેંત્રીસ જિલ્લામાં એકી સાથે વિદ્યા સહાયક સ્થળ પસંદગી કેમ્પનુ આયોજન કરવામાં આવેલ જેમાં રાજ્યકક્ષાએથી ખુબજ પારદર્શક રીતે મેરીટ લિસ્ટ તૈયાર કરી જિલ્લામાં આપેલ હતું એ મુજબ જિલ્લા કક્ષાએ ડોક્યુમેન્ટ વેરી ફિકેશન કરી ખુબજ પારદર્શક રીતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં મોરબીની વી.સી.હાઈસ્કૂલ ખાતે ધો.૧ થી ૫ માટે ૫૭ જગ્યાઓ મુંજર કરવામાં આવેલ જે પૈકી બે ઉમેદવાર ગેરહાજર રહેતા ૫૫ જગ્યાઓ ભરાઈ હતી અને ધો ૬ થી ૮ ની ૫૮ જગ્યાઓ  પૈકી ભાષાની સોળ જગ્યા ભરાઈ ગયેલ છે, ગણિત વિજ્ઞાનની ૨૦ જગ્યાઓ અને સામાજિક વિજ્ઞાનની ૨૨ જગ્યાઓ ભરાઈ ગયેલ છે આમ કુલ ૧૧૩ શિક્ષકો મોરબી જિલ્લામાં નવ નિયુક્ત થયા છે

આ પ્રસંગે બ્રિજેશભાઈ મેરજા મંત્રી ગુજરાત સરકારે ઉપસ્થિત રહી ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે શિક્ષકોને ફરજના હુકમ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી,જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઇ સોનગ્રાએ પણ તમામ વિદ્યા સહાયકોને શાળામાં હાજર થઈ બાળદેવોના જ્ઞાન અને કૌશલ્યના વિકાસ માટે સતત કાર્યરત રહેવાની શુભેચ્છા આપી હતી. આ કેમ્પને સફળ બનાવવા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચર, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, કે.ની. શિક્ષણ તેમજ તાલુકા જિલ્લા પંચાયતના કર્મઠ કર્મચારીઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી.






Latest News