મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના કલ્યાણપર પાસેથી દારૂની છ બોટલ સાથે ત્રણ શખ્સ ઝડપાયા


SHARE











 

ટંકારાના કલ્યાણપર પાસેથી દારૂની છ બોટલ સાથે ત્રણ શખ્સ ઝડપાયા

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામ પાસે આવેલ ક્રિષ્ના કોટન એન્ડ ઓઇલ મીલ પાસે દારૂની આપ-લે કરવામાં આવતી હતી જેની બાતમી પોલીસને મળી હોય તેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી અને ત્યારે દારૂની છ બોટલો અને બે બાઈક મળીને કુલ ૩૧૮૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને આ શખ્સો પાસે દારૂની બોટલો કયાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે આવેલ ક્રિષ્ના કોટન એન્ડ ઓઇલ મીલ પાસે દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર દારૂ લેવા માટે અને દારૂ આપવા માટે આવેલા ત્રણ શખ્સો છ બોટલ દારૂ સાથે ઝડપાયા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૧૮૦૦ રૂપિયાની દારૂની છ બોટલ અને બે બાઈક જેની કિંમત રૂપિયા ૩૦૦૦૦ આમ કુલ મળીને ૩૧૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં પોલીસે મહાવીરસિંહ નવુભા ઝાલા જાતે દરબાર (ઉંમર ૪૨) અને જયપાલસિંહ ખુમાનસિંહ ઝાલા જાતે દરબાર (ઉંમર ૨૧) રહે. બંને જોધપર ઝાલા અને સતિષભાઈ કુંવરજીભાઈ સાવસાણી જાતે પટેલ (ઉંમર ૧૯) રહે. કલ્યાણપર વાળાની ધરપકડ કરેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરવામાં આવી છે

દેશીદારૂની ભઠ્ઠી

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ રામદેવપીરના મંદિરની પાછળના ભાગમાં આવેલ કિરણભાઈ ઉર્ફે બેબો નાગજીભાઈ દેગામાની વાડીએ દેશી દારૂની ભઠ્ઠી ચાલવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૫૦૦ લીટર આથો, ગેસનો ચૂલો, ગેસના બે બાટલા અને અન્ય સાધન સામગ્રી મળીને ૪૬૫૦ નો મુદ્દામાલ સ્થળ ઉપરથી મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે હાલમાં નાગરાજભાઈ ઉર્ફે યોગી સવજીભાઈ પરમાર જાતે કોળી (ઉમર ૩૬) રહે. કાલિકાપ્લોટ સતવારા બોર્ડિંગ પાછળ વાળાની ધરપકડ કરેલ છે અને વાડીના માલિક કિરણભાઈ નાગજીભાઈ દેગામા રહે. લીલાપર વાળાને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News