મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

હળવદમાં યુવાનનું અપહરણ કરીને ગેસ્ટ ગાઉસમાં માર મારનારા ત્રણ વ્યાજખોરની ધરપકડ: ત્રણની શોધખોળ


SHARE









હળવદમાં યુવાનનું અપહરણ કરીને ગેસ્ટ ગાઉસમાં માર મારનારા ત્રણ વ્યાજખોરની ધરપકડ: ત્રણની શોધખોળ

હળવદ શહેરના ભવાનીનગર વિસ્તારની અંદર રહેતા યુવાને દસ ટકા લેખે ત્રણ લાખ રૂપિયા લીધા હતા જેની સામે તેણે ત્રણ ગણી રકમ ચૂકવી દીધી હતી તો પણ મુળી અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાનનું સરા નાકા પાસેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને ગેસ્ટ હાઉસમાં લઈ જઈને છ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને તેના પરિવારજનોને પણ મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છ શખ્સોની સામે ફરિયાદ નોંધવવામાં આવી હતી જેના આધારે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ શહેરના ભવાનીનગર વિસ્તારમાં લાંબાડેરી પાસે રહેતા સમીર જુમાભાઇ નારેજા (ઉંમર ૪૫)એ મયુર રબારીનરશી રબારીવિક્રમ મનુભાઈ રબારી અને મનુભાઈ રબારી રહે ચારે હળવદ અને અજાણ્યા બે આમ કુલ મળીને છ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેને આરોપીઓ પાસેથી દસ ટકાના વ્યાજે ત્રણ લાખ રૂપિયા લીધા હતા જેની સામે તેણે ત્રણ ગણી રકમ તે લોકોને પરત ચૂકવી દીધી હોવા છતાં પણ આરોપીઓ દ્વારા તેની પાસેથી વ્યાજ અને મૂડીની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને બળજબરીથી રૂપિયા કઢાવવા માટે થઈને મયુર રબારીનરશી રબારી અને વિક્રમ રબારી દ્વારા હળવદના સરા નાકા પાસેથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને આરતી ગેસ્ટ હાઉસ લઈ જઈને તેને લાકડાના ધોકા અને પાઇપથી માર મારવામાં આવ્યો હતો તેમજ મનુભાઈ રબારીએ છરી વડે તેને શરીરે ઇજા કરી હતી અને અન્ય બે શખ્સ હતા તેણે પણ ઢીકા પાટુનો માર માર્યો હતો અને અગાઉ આરોપીઓ દ્વારા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.વી. પટેલ અને સ્ટાફ દ્વારા આ ગુનામાં મયુર કરમશી કરોતરા જાતે રબારી, વિક્રમ મનુભાઈ કરોતરા જાતે રબારી અને નરેશ ઉર્ફે નરશી નટુભાઇ કરોતરા જાતે રબારી રહે. ત્રણેય હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેને રિમાન્ડ પૂરા થતાં આ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ ગુનામાં બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News