મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

હળવદમાં યુવાનનું અપહરણ કરીને ગેસ્ટ ગાઉસમાં માર મારનારા ત્રણ વ્યાજખોરની ધરપકડ: ત્રણની શોધખોળ


SHARE









હળવદમાં યુવાનનું અપહરણ કરીને ગેસ્ટ ગાઉસમાં માર મારનારા ત્રણ વ્યાજખોરની ધરપકડ: ત્રણની શોધખોળ

હળવદ શહેરના ભવાનીનગર વિસ્તારની અંદર રહેતા યુવાને દસ ટકા લેખે ત્રણ લાખ રૂપિયા લીધા હતા જેની સામે તેણે ત્રણ ગણી રકમ ચૂકવી દીધી હતી તો પણ મુળી અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાનનું સરા નાકા પાસેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને ગેસ્ટ હાઉસમાં લઈ જઈને છ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને તેના પરિવારજનોને પણ મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છ શખ્સોની સામે ફરિયાદ નોંધવવામાં આવી હતી જેના આધારે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ શહેરના ભવાનીનગર વિસ્તારમાં લાંબાડેરી પાસે રહેતા સમીર જુમાભાઇ નારેજા (ઉંમર ૪૫)એ મયુર રબારી, નરશી રબારી, વિક્રમ મનુભાઈ રબારી અને મનુભાઈ રબારી રહે ચારે હળવદ અને અજાણ્યા બે આમ કુલ મળીને છ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેને આરોપીઓ પાસેથી દસ ટકાના વ્યાજે ત્રણ લાખ રૂપિયા લીધા હતા જેની સામે તેણે ત્રણ ગણી રકમ તે લોકોને પરત ચૂકવી દીધી હોવા છતાં પણ આરોપીઓ દ્વારા તેની પાસેથી વ્યાજ અને મૂડીની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને બળજબરીથી રૂપિયા કઢાવવા માટે થઈને મયુર રબારી, નરશી રબારી અને વિક્રમ રબારી દ્વારા હળવદના સરા નાકા પાસેથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને આરતી ગેસ્ટ હાઉસ લઈ જઈને તેને લાકડાના ધોકા અને પાઇપથી માર મારવામાં આવ્યો હતો તેમજ મનુભાઈ રબારીએ છરી વડે તેને શરીરે ઇજા કરી હતી અને અન્ય બે શખ્સ હતા તેણે પણ ઢીકા પાટુનો માર માર્યો હતો અને અગાઉ આરોપીઓ દ્વારા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.વી. પટેલ અને સ્ટાફ દ્વારા આ ગુનામાં મયુર કરમશી કરોતરા જાતે રબારી, વિક્રમ મનુભાઈ કરોતરા જાતે રબારી અને નરેશ ઉર્ફે નરશી નટુભાઇ કરોતરા જાતે રબારી રહે. ત્રણેય હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેને રિમાન્ડ પૂરા થતાં આ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ ગુનામાં બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News