મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

હવે કરાવો ફોટો સેશસન: મોરબીના નાની વાવડી-વનાળીયાને જોડતા રોડમાં ઠેરઠેર ખાડા !


SHARE









હવે કરાવો ફોટો સેશસન: મોરબીના નાની વાવડી-વનાળીયાને જોડતા રોડમાં ઠેરઠેર ખાડા !

મોરબી જિલ્લામાં હલકી ગુણવતના કામો કરવામાં આવે છે તેની મેઘરાજાએ અનેક જગ્યાએ પોલ ખોલી નાખી છે ત્યારે મોરબીના નાની વાવડી ગામથી વનાળીયા ગામને જોડતા રોડનું બે મહિના પહેલા જ સમારકામ કરાવવામાં આવ્યું હતું અને ત્યારે જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સહિતનાએ ફોટો સેશસન કર્યું હતું જો કે આ કામ હલકી ગુણવતાનું હોવાથી ભષ્ટ્રાચારના પોપડા નીકળી ગયા છે અને હાલમાં આ રોડ ઉપર ઠેરઠેર ખાડા પડી ગયા છે અત્રે ઉલેખનીય છે કે, નાની વાવડીથી વનાળિયા થઈને નારણકા ગામ સુધી જતાં રોડને રીપેર કરવા માટે સરપંચોએ માર્ગ અને મકાન વિભાગના નાયબ ઈજનેરને ૨૪ માર્ચના રોજ લેખિત રજુઆત કરી હતી. ત્યાર બાદ ૨૮ માર્ચના રોજ પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા જીલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ જયંતિભાઇ પડસુંબિયાને રોડ રીપેરીંગ બાબતે રજૂઆત કરી હતી અને ૭ મે ના રોજ રોડના પેચવર્કનું કામ કરવામાં આવ્યું હતું જે રોડ માત્ર બે મહિના પહેલા જ કરવામાં આવેલ છે આ રોડમાં અત્યારે ખાડા પડી ગયેલ છે જેથી કરીને સ્થાનિક લોકો હવે કટાક્ષમાં બોલે છે કે બે મહિના પહેલા જેને ફોટો સેશસન કર્યું હતું તે આગેવાનોને સ્થળ ઉપર બોલાવીને હવે પાછું ફોટો સેશસન કરવો કે કેટલા મજબૂત રોડ બને છે ? હાલમાં આ ભાંગેલા રોડના કારણે અકસ્માતનો ભય રહે છે અને ઠેરઠેર ખાડા હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.




Latest News