મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના વિદ્યુતનગરમાંથી ૧૧ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો


SHARE









મોરબીના વિદ્યુતનગરમાંથી ૧૧ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વિદ્યુતનગર પાસે આવેલ વિક્રમ વાડી નજીકથી એક શખ્સ પસાર થતો હતો તેને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી ૧૧ દારૂની બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૫૭૨૦ નો મુદ્દામાલ કબજે કરીને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લઈને આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વિદ્યુતનગર પાસે વિક્રમ વાડી નજીકથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ૧૧ બોટલો મળી આવી હતી જેથી કરીને ૫૭૨૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને પોલીસે મુકેશ ભુવાભાઈ સુરેલા જાતે કોળી (૩૨) રહે. વિદ્યુતનગર પાસે મફતિયાપરા વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લઈને આવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

માળીયા કચ્છ હાઇવે ઉપર આવેલ હરીપર ગામની ગોળાઈ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં હનીફાબેન નાથાભાઈ ભમ્મર (૨૦), દેવુબેન નાથાભાઈ ભમ્મર (૫૦) અને નાથાભાઈ હાતાભાઈ ભમ્મર (૫૦) રહે. બધા મોટાધાણા તાલુકો તળાજા તેમજ રામભાઈ ભીખાભાઈ મોરી (૫૦) રહે. ગોકરણ તાલુકો સાવરકુંડલા વાળાને ઇજાઓ થઇ હોવાથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા

અકસ્માતમાં ઇજા

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ પાસે પગપાળા ચાલીને જતા નાગજીભાઈ રામજીભાઈ દેલવાણીયા (૭૫) રહે. રંગપર વાળાને કોઈ કારણોસર ઈજા થઈ હતી જેથી કરીને તેઓને ૧૦૮ મારફતે સારવારમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News