મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના નવા ધરમપુર તેમજ શક્તિનગરમાં જુગાર રમતા સાત પકડાયા 


SHARE









મોરબીના નવા ધરમપુર તેમજ શક્તિનગરમાં જુગાર રમતા સાત પકડાયા

મોરબીના બે જુદાજુદા વિસ્તારમાં પોલીસ દ્વારા જુગાર અંગે રેડ કરવામાં આવી હતી જેમાં નવા ધરમપુર ગામે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ પત્તા પ્રેમીઓની તેમજ માળીયા હાઇવે ઉપર આવેલ શક્તિનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા બે ઇસમોની એમ કુલ ૭ પતા પ્રેમીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ નવા ધરમપુર ગામે મચ્છુ માતાના મંદિર પાસે અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી.જેને આધારે ત્યાં રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી જુગાર રમતા નરેન્દ્રસિંહ અભેસિંહ ઉર્ફે ભરતસિંહ રાઠોડ દરબાર (૩૬) રહે.જુની ટીંબડી, શૈલેષ હકાભાઇ રાવા જાતે ભરવાડ (૩૦), ભરત બાબુ વડેખણીયા જાતે કોળી (૩૨), સંજય કાનાભાઇ ખીંટ જાતે ભરવાડ (૨૬) અને નિલેશ માધુ ઉપાશરીયા જાતે કોળી (૨૯) રહે.નવા ધરમપુર વાળાઓની બી ડિવિઝન પોલીસ દ્વારા રોકડા રૂપિયા ૧૬,૩૯૦ સાથે ધરપકડ કરી પાંચેય સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરાયો હતો. તે રીતે જ બી ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલી અન્ય એક બાતમીના આધારે માળીયા હાઇવે ઉપર આવેલા કાવેરી સીરામીક નજીકના શક્તિનગર વિસ્તારમાં પણ જુગાર અંગે રેડ કરવામાં આવી હતી.જ્યાં જાહેરમાં તીનપત્તિનો જુગાર રમી રહેલ જુસબ મામદ મોવર (૫૨) અને ઈસ્માઈલ જીવા વકાલીયા (૫૦) રહે.બંને શક્તિનગર વાળાઓની રોકડા રૂપિયા ૫૭૬૦ સાથે ધરપકડ કરી બંને વિરુદ્ધ પણ જુગારધારા હેઠળ ગુનો નોંધાયો હતો.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

રાજકોટના નવાગામના રહેવાસી અજીતભાઈ પ્રદીપભાઈ ડાસ (૩૭) અને ઈશ્વરભાઈ હેમરાજભાઈ મિસ્ત્રી (૪૨) નામના બે યુવાનોને માળીયા હાઇવે ઉપર આવેલ સર્વોદય હોટલ પાસે કોઈ કારણસર મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા હાલમાં પોલીસ દ્વારા નોંધ કરીને મારામારીના બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.જ્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ભવાનીનગરમાં રહેતી પાયલબેન સાગરભાઇ ધોળકિયા નામની ૨૦ વર્ષીય યુવતી તેના ઘેર કોઈ કારણોસર ફીનાઇલની ગોળીઓ પી જતાં તેણીને અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.તેમજ વાંકાનેર તાલુકાના લાલપર ગામે બ્રાહ્મણ શેરીમાં રહેતા અશોકભાઈ જમનભાઈ પરમાર નામના ૪૫ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હોય તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.




Latest News