મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડિચ હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ભારે વિકાસ: મોરબીથી ટંકારા નવા બનેલા ફોરલેનમાં ઠેરઠેર ખાડા


SHARE







ભારે વિકાસ: મોરબીથી ટંકારા નવા બનેલા ફોરલેનમાં ઠેરઠેર ખાડા

મોરબી રાજકોટ રોડ બનાવવાની કામગીરી છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહી છે અને હજુ તો કામગીરી પૂર્ણ થયેલ નથી ત્યાં અનેક જગ્યાએ રસ્તો તૂટી ગયો છે જેથી કરીને મોરબીથી ટંકારા વચ્ચે તૂટી ગયેલ રોડ રસ્તાનું યોગ્ય સમારકાર કામ કરવા માટે થઈને રાજ્યના માર્ગ મકાન વિભાગના સચિવને ટંકારાના જાગૃતિ યુવાન દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે

મોરબી રાજકોટ હાઇવે બનાવવા માટેની કામગીરી લગભગ વર્ષ ૨૦૧૬ થી શરૂ કરવામાં આવેલ છે જોકે વર્ષ ૨૦૨૨ આવી ગયું તો પણ હજુ આ ફોરલેન રસ્તાનું કામ સો ટકા પૂર્ણ થયેલ નથી અને અનેક જગ્યાએ નાની મોટી કામગીરી ચાલી રહી છે તેવામાં હાલમાં ટંકારાથી મોરબી વચ્ચે જે રસ્તો બનાવવામાં આવ્યો છે તે રસ્તામાં અનેક જગ્યાએ ગાબડા પડી ગયા હોવાના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે જેથી કરીને જાગૃત યુવાન પરાગકુમાર મુંદડીયા દ્વારા હાલમાં ગુજરાત રાજ્યના માર્ગ મકાન વિભાગના સચિવને લેખિતમાં રજૂઆત કરીને રોડ ઉપર પડી ગયેલા ખાડાને પુરવા માટે થઈને માંગ કરવામાં આવી છે




Latest News