વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેર શહેરમાં હવે રસ્તા ઉપરના ખાડા બુરવાની કામગીરી શરૂ


SHARE









વાંકાનેર શહેરમાં હવે રસ્તા ઉપરના ખાડા બુરવાની કામગીરી શરૂ

વાંકાનેર શહેરના અનેક વિસ્તારોમાં મુખ્ય રોડ ઉપર ખાડા પડી ગયા છે અને તે ખાડાઓની અંદર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માતો સર્જાતા હોય છે જેમાં નિર્દોષ લોકોને નાના મોટી ઈજાઓ થતી હોય છે અને ક્યારેક જીવલેણ અકસ્માત સર્જવાનો પણ ભય રહેતો હોય છે જેથી કરીને મોરબી ટુડેના માધ્યમથી થોડા દિવસો પહેલા વાંકાનેર શહેરની અંદર કેટલાય લોકોના ખાડા ભરાઈ ગયા પરંતુ રસ્તા ઉપરના ખાડા ભરાતા નથી તે પ્રકારના સમાચારને પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા જેના આધારે તાત્કાલિકના ધોરણે પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને આ રસ્તા ઉપર પડેલા ખાડાઓ નિર્દોષ વ્યક્તિઓ માટે જીવલેણ ન બને તે માટે થઈને ખાડા પૂરવાની કામગીરીને શરૂ કરવામાં આવેલ છે અને હાલમાં શહેરના મુખ્ય માર્ગો સહિતના વિસ્તારોની અંદર રસ્તામાં પડેલા ખાડા પૂરવાની કામગીરી પાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આગામી સમયમાં પણ ચોમાસા દરમિયાન રોડ રસ્તા ઉપર કોઈ જીવલેણ અકસ્માત ન બને તે પ્રકારની તકેદારી પાલિકા તંત્ર દ્વારા રાખવામાં આવે તે જરૂરી છે




Latest News