મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વતન પ્રેમ: માળીયા (મી)ના વવાણીયા ગામે દાતાઓ દ્રારા બાળકોને યુનીફોર્મ, સ્ટેશનરી અને ટીફીનની ભેટ


SHARE









વતન પ્રેમ: માળીયા (મી)ના વવાણીયા ગામે દાતાઓ દ્રારા બાળકોને યુનીફોર્મ, સ્ટેશનરી અને ટીફીનની ભેટ

માળીયા મિયાણા તાલુકના વવાણીયા ગામે આવેલ કન્યા શાળામાં સ્વ. નાનાલાલ દલીચંદ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શાળાની તમામ બાળાઓને યુનીફોર્મ, સ્ટેશનરી અને ટીફીનની ભેટ આપવામાં આવી હતી ત્યારે શાળા તરફથી તમામ દાતાઓને મોમેન્ટો અને સન્માન પત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શાળાની બાળાઓએ "રંગ ભર્યુ નાનું રૂપાળું મારૂ ગામડું ...." ગીત રજૂ કર્યુ હતું જેને સાંભળી વવાણીયા જેમની જન્મભૂમી છે તેવા દાતાઓને પોતાના વતનનાં સંસ્મરણો તાજા થઈ આવ્યા હતા. આ તકે માધ્યમિક શાળાનાં આચાર્ય દ્વારા પ્રાસંગીક વક્તવ્ય આપવામાં આવ્યું હતું ત્યાર બાદમાં કન્યા શાળાની બાળાઓ દ્વારા અભિનય ગીતો રજૂ કરવામાં આવ્યા હતા જેને જોઈ મહેમાનો ભાવવિભોર બની ગયા હતા. દાતાઓમાં મુંબઈથી આવેલા મૂળ વવાણીયાના દિલીપભાઈ મહેતાએ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું અને વવાણીયા કન્યા શાળાના આચાર્ય ઈશ્વરભાઇ સાવરિયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.




Latest News