મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની શક્તિ સોસાયટીમાં યુવાનને અજાણ્યા શખ્સે પડખામાં છરીનો ઘા ઝીકયો


SHARE









મોરબીની શક્તિ સોસાયટીમાં યુવાનને અજાણ્યા શખ્સે પડખામાં છરીનો ઘા ઝીકયો

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમિયાનગર પાસે શક્તિ સોસાયટીમાં યુવાનને રાત્રિના દસેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પડખાના ભાગે છરીનો ઘા ઝીકિ દેવામાં આવ્યો હતો જેથી તેને પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે અને હાલમાં આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીની પાછળના ભાગમાં આવેલ ઉમિયાનગર નજીક શક્તિ સોસાયટીમાં રહેતા મુકેશભાઈ મનજીભાઈ સોલંકી (૩૦) રાત્રિના દસેક વાગ્યાના અરસામાં અશોક પાન પાસે ઊભા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેને પડખાના ભાગે છરીનો ઘા ઝીકિ દેવામાં આવ્યો હતો જેથી ઇજાગ્રસ્ત મુકેશભાઈ સોલંકીને પ્રથમ સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા છે અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને ફરિયાદ લેવા માટે તજવીક શરૂ કરેલ છે

મારામારીમાં ઇજા

મોરબી શહેરના પંચાસર રોડ ઉપર આવેલ નીરવ પાર્ક સોસાયટીમાં રહેતા ગુંજનબેન ભરતભાઈ કંઝારીયા (૧૮) ને તેઓના ઘર પાસે થયેલ મારામારીના બનાવવામાં ઈજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને મારામારીના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

વાહન અકસ્માત

વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામ પાસે વાહન અકસ્માતના બનાવમાં શૈલેષભાઈ રામજીભાઈ માલકીયા (૩૬) રહે. નવા ઢુવા વાળાને ઇજા થયો હોવાથી તેને મોરબી શહેરમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના બનાવવાની પોલીસને જાણ કરતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

દવા પી ગયો

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ સામે સમયસિંગ મીના (૪૦) રહે. સનાળા રોડ લીમડા પાન વાળી શેરી વાળો કોઈ કારણોસર અજાણી દવા પી જતા તેને સારવાર માટે મોરબીના સનાળા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News