મોરબીના શનાળા રોડે સ્વસ્તિક સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા
SHARE
મોરબીના શનાળા રોડે સ્વસ્તિક સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા
મોરબી શહેરના સનાળા રોડ પર આવેલ સ્વસ્તિક સોસાયટીમાં વિશ્વાસ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૬૦૬૦૦ ની રોકડા કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી પ્રમાણે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સ્વાસ્તિક સોસાયટીમાં વિશ્વાસ એપાર્ટમેન્ટના બ્લોક નંબર ૪૦૩ માં રહેતા શંકરભાઈ દેવશીભાઈ જસાપરાના ઘરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા ઘરધણી શંકરભાઈ દેવશીભાઈ જસાપરા, બેચરભાઈ માવજીભાઈ અઘારા અને સહદેવસિંહ ચંદુભા ઝાલા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૬૦૬૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
ફિનાઇલ પી ગઈ
ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા સિકંદરભાઈ કામદારના પત્ની અફસાનાબેન (ઉંમર ૨૨) કોઈ કારણોસર પોતાના ઘરે ફીનાઈલ પી ગઇ હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં આ બનાવની તપાસ કરતા પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ પરણીતાનો લગ્ન ગાળો ૮ મહિનાનો છે અને તે સાસુ સસરા સાથે રહે છે હાલમાં તેને સંતાનમાં કંઈ નથી જોકે પરણીતાએ કયા કારણોસર ફીનાઇલ પીધું હતું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે
અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના થોરાળા ગામના પાટીયા પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થવાથી સજુબેન પપ્પુભાઈ (ઉંમર ૧૭) રહે. થોરાળા ગામ વાળીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવી હતી અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી
બાઇક સ્લીપ
મોરબી વાંકાનેર હાઈવે ઉપર આવેલ મકાનસર ગામે રહેતા રવિકુમાર પ્રતાપભાઈ નિમાવત (ઉંમર ૩૫) અને હર્ષિલભાઈ મનોજભાઈ નિમાવત (ઉંમર ૧૯) મિલેનિયમ કારખાના પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેનું બાઇક કોઈ કારણસર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને બંને યુવાનોને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના વનાળીયા ગામે રહેતો અમૃત મનસુખભાઈ કોળી (ઉમર ૨૫) નામનો યુવાન તેનું બાઇક લઈને ગોર ખીજડીયા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અમૃતભાઈ કોળીને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી









