વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી લાયન્સ કલબ તથા લિયો કલબનો શપથગ્રહણ સમારોહ યોજાયો


SHARE









મોરબી લાયન્સ કલબ તથા લિયો કલબનો શપથગ્રહણ સમારોહ યોજાયો

લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના વર્ષ ૨૦૨૨-૨૩ ના હોદેદારોનો શપથ ગ્રહણ સમારોહ હોટેલ લોર્ડ્સ ઇકો ઈન ખાતે યોજાયો હતો જેમાં લાયન્સ કલ્બ ઓફ મોરબી સિટી દ્વારા એક નવી લિયો ક્લબ મોરબી સિટી સ્પાર્કને સ્પોનસર કરવામાં આવી હતી અને વર્ષ ૨૦૨૧-૨૨ નાં પ્રમુખ ત્રિભોવનભાઈ ફૂલતરીયાનો કાર્યકાળ પૂરો થતાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીનાં નવા પ્રમૂખ તરીકે જગદિશભાઈ કાવર, ઉપપ્રમુખ પદે ડો.અશ્વિનભાઈ બરાસરા તથા મનસુખભાઈ જાકાસણીયા, સેક્રેટરી તરીકે કેશુભાઈ દેત્રોજા તથા ચંદુભાઈ કુંડારિયા અને ખજાનચી પદે ત્રિભોવનભાઈ ફુલતરિયા તથા મહાદેવભાઇ ચિખલિયાની વરણી કરવામાં આવી છે તેમજ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સ્પોનસર લિયો કલબ ઓફ મોરબી સ્પાર્કનાં ચાર્ટર પ્રમૂખ તરીકે ક્રિષ્ના રૂપાલા, સેક્રેટરી તરીકે ખ્યાતિ ભીમાણી, ખજાનચી તરીકે પ્રિન્સ દેત્રોજાને ઈન્ટરનેશનલ લાયન્સ કલબ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨ જે નાં પુર્વ ગવર્નર એલએનએમ હોસ્પિટલ ભુજનાં ચેરમેન ભરતભાઈ મહેતાએ સપથ લેવડાવ્યા હતા તેમજ  લાયન્સ કલબ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨ જે નાં પુર્વ ગવર્નર ચંદ્રકાન્તભાઈ દફતરીએ કલબમાં નવા જોડતા સર્વે મેમ્બરોને તેમજ લિયો ક્લબની નવી ટીમને સપથ લેવડાવ્ય હતા આ તકે લાયન્સ ક્લબ ઇન્ટરનેટનલનાં  ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨ જે નાં દ્વિતિય વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલા નવા હોદેદારોને શુભકામના પાઠવી હતી તો રીજીયન-૨ નાં રીજીયન ચેર પર્શન દિગ્વિજયસિંહ ચુડાસમા, પુર્વ જોન ચેરમેન  તુષાર દફતરી, લાયન્સ કલબ ઓફ ટંકારા સિટીનાં પ્રમુખ ગૌતમભાઈ વામજા, લાયન્સ કલબ ઓફ હળવદ  સિટીનાં પ્રમૂખ ગીરીશભાઈ સાધુ, લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર ના પ્રમુખ નીરવભાઈ ગજજર, લાયન્સ ઓફ મોરબી નઝરબાગના પ્રમુખ રાજુભાઈ સરડવા, લાયન્સ ઓફ મોરબી નઝરબાગ પ્લસના પ્રમૂખ રાકેશ ક્રિષ્નાની  હજાર રહેલ હતા આ કાર્યકામને સફળ બનાવવા માટે માજી પ્રમુખ ટી.સી.ફુલતરિયા, નાનજીભાઇ મોરડિયા, ડૉ.અશ્વિનભાઈ બરાસરા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી




Latest News