મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે ઝઘડો કરીને પત્ની માવતર જતી રહેતા યુવાને કર્યો આપઘાત


SHARE













મોરબીના ઘૂટું ગામે ઝઘડો કરીને પત્ની માવતર જતી રહેતા યુવાને કર્યો આપઘાત

મોરબી નજીકના ઘુટુ રોડ ઉપર આવેલ પ્રભાત સોસાયટીમાં રહેતા યુવાનની પત્ની તેની સાથે ઝઘડો કરીને માવતરે જતી રહી હતી જેથી યુવાનને લાગી આવતા યુવાને પોતાના ઘરની અંદર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો અને બાદમાં મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે તેનો ભાઈ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો જે બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વીગત પ્રમાણે મોરબી તાલુકાના ઘુટુ રોડ ઉપર આવેલ પ્રભાત સોસાયટીમાં રહેતા મહેશભાઈ ઘનશ્યામભાઈ મકવાણા જાતે દલવાડી (ઉંમર ૨૨)એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને તેના ભાઈ વિનોદભાઈ પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.એમ. જાડેજા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મૃતક યુવાનના પત્ની તેની સાથે ઝઘડો કરીને તેના માવતરે જતા રહ્યા હતા જેથી કરીને યુવાનને લાગી આવતા તેણે આપઘાત કરી લીધો હોવાનું તેના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું છે

એક બોટલ દારૂ

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્ય લક્ષ્મી સોસાયટીના નાકા પાસેથી પસાર થતાં યુવાને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૪૦ ની કિંમતની દારૂની બોટલ સાથે સુરેશભાઈ ભુપતભાઈ રાઠોડ જાતે રાજપૂત (૩૪) રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News