મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરની હસનપર ફાટક પાસેથી ૧૨૦ બોટલ દારૂ ભરેલ કાર રેઢી મળી : આરોપીની શોધખોળ


SHARE









વાંકાનેરની હસનપર ફાટક પાસેથી ૧૨૦ બોટલ દારૂ ભરેલ કાર રેઢી મળી : આરોપીની શોધખોળ

વાંકાનેર સીટી પોલીસની ટીમ નાઈટ રાઉન્ડમાં હતી ત્યારે ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી કારને રોકવા માટે તેને પ્રયત્ન કર્યો હતી ત્યારે કાર ચાલકે પોતાની કાર હંકારી મુકી હતી અને આગળ જઈને હસનપર ફાટક પાસે કાર મુકીને કારચાલક નાસી ગયો હતો જે કારની તલાશી લેવામાં આવતા તેમાંથી દારૂની ૧૨૦ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી ૪૫ હજાર રૂપિયાની કિંમતનો દારૃ અને બે લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૨.૪૫ લાખનો મુદામાલ કબજે કરીને કારને રેઢી મુકીને નાસી છુટેલા શખ્સની સામે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર શહેરમાંથી દારૂ ભરેલી કાર પસાર થવાની હોવાની બાતમી પોલીસને મળી હતી જેથી સિટી પોલીસની ટીમ નાઈટ રાઉન્ડમાં હતી દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી કાર નંબર જીજે ૩૧ એફકે ૦૯૧૧ ને રોકવા માટે પોલીસે પ્રયત્ન કર્યો હતો જો કે, કાર ચાલકે કારને હંકારી મુકી હતી અને આગળ જઈને હસનપર ફાટક પાસે કારને રેઢી મૂકીને કાર ચાલક નાસી છુટ્યો હતો ત્યારબાદ સ્થાનિક પોલીસ દ્વારા કારને ચેક કરવામાં આવતા કારમાંથી દારૂની ૧૨૦ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૪૫ હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તેમજ બે લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૨.૪૫ લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને કારને રેઢી મુકીને નાસી છૂટેલા શખ્સની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મારામારીમાં બે ની ધરપકડ

મોરબીના નવલખી રોડ ઉપર શ્રદ્ધાપાર્ક વિસ્તારમાં ઘર પાછળની ખુલ્લી જગ્યામાં ઝાડ વાવવામાં આવ્યા બાદ ઝાડની ફરતે લાકડાના ખંભાની વાળ કરવામાં આવી હતી.જેને લઇને ત્યાં રહેતા બે પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ બંને પક્ષેથી સામસામે મારામારી થઈ હતી.જેમાં લોખંડના પાઇપ, લોખંડની ટામી અને લાકડાના ધોકા વડે તેમજ ઢીકાપાટુ વડે સામસામે બંને પરિવારો વચ્ચે મારામારી થતા સામસામી ફરિયાદો નોંધવા પામી હતી.જેની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા હોય તેઓ દ્વારા ગઈકાલે તુલસી રાજુ પરમાર સતવારા (૩૫) અને સામાપક્ષેથી જયંતિ કેસુ મિયાત્રા આયરાવાણંદ (૮૫) રહે.બંને શ્રદ્ધાપાર્ક નવલખી રોડ મોરબીની મારામારીના બનાવમાં ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.




Latest News