વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા વૃદ્ધની જમીન ઉપર દબાણ કરનારા રાજકોટના શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ


SHARE









મોરબીમાં રહેતા વૃદ્ધની જમીન ઉપર દબાણ કરનારા રાજકોટના શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ કારખાનામાં રહેતા વૃદ્ધની હળવદ તાલુકાના કીડી ગામે માલિકીની જમીન આવેલ છે જેના ઉપર દબાણ કરવામાં આવ્યું છે અને દબાણ કરનારે કબ્જો કરીને જમીન પચાવી પાડી છે.જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે હાલમાં મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સનવર્ડ કારખાનામાં રહેતા મૂળ હળવદ તાલુકાના કીડી ગામે દરબારગઢ પાસે રહેતા નાનજીભાઈ મોહનભાઈ બજાણીયા જાતે કોળી (ઉંમર ૭૫) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જગદીશસિંહ બળવંતસિંહ જાડેજા રહે. મારુતિનગર એરપોર્ટ રોડ સરસ્વતી સ્કૂલની પાછળ રાજકોટ વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, હળવદ તાલુકાના કીડી ગામે સીમમાં તેમની માલીકીની સર્વે નંબર ૪૭૩ પૈકી ૧ ની જમીન હે.આર.ચો. ૦-૫૮-૬૮ ચોરસ મીટર વાળી જમીન ઉપર સામેવાળ દ્રારા ગેરકાયદેસર કબ્જો કરી લેવામાં આવ્યો છે અને તે જમીન પચાવી પાડવામાં આવેલ છે.જેથી કરીને પોલીસે ભોગ બનેલા વૃદ્ધની ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ બનાવની તપાસ મોરબીના ડીવાયએસપી મુનાફખાન પઠાણને સોંપવામાં આવી છે.

પિતા-પુત્ર ઇજાગ્રસ્ત

મોરબીના રહેવાસી રાજેશભાઈ પરમાનંદભાઈ રવેશિયા તથા તેમનો પુત્ર વિશ્વજીત રાજેશભાઈ રવેશિયા બાઈકમાં વાંકાનેર હાઇવે ઉપરથી જતા હતા ત્યારે જાંબુડીયાના પુલ પાસે તા.૨૧ ના બપોરના બે વાગ્યાના અરસામાં અજાણ્યા ટ્રક ચાલકે તેઓને હડફેટ લેતા હાથે-પગે ઇજાઓ સાથે બંનેને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબી તાલુકાના બગથળા ગામના રહેવાથી કાંતિભાઈ રામજીભાઈ ઠોરિયા નામના ૬૧ વર્ષીય વૃદ્ધ એકટીવા લઈને ઘરેથી વાડીએ જતા હતા ત્યારે રસ્તામાં તેમનું એકટીવા સ્લીપ થઈ જતા જમણા હાથે કાંડાના ભાગે ઇજાઓ થવાથી તેમને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.

પડી જતા ઈજા

મોરબીના રામગઢ (કોઇલી) ગામે કરણભાઈ સીમનભાઈ નાયકા નામનો ૪૧ વર્ષીય યુવાન બાઇક લઈને જતો હતો તે સમયે અકસ્માતે પડી જતા ઈજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના બેલા ભરતનગર વચ્ચે આવેલ ખોખરા હનુમાન મંદિર રોડ ઉપર મૂળ મધ્યપ્રદેશનો રાજકરણ બાબુલાલ નામના ૬૯ વર્ષીય વૃદ્ધ ટ્રકમાંથી ઉતરી રહ્યા હતા તે સમયે તેમનો પગ ટ્રકના ટાયર હેઠળ દબાઈ જતા ઇજાઓ થવાથી તેમને પણ સારવારમાં લાવવામાં આવ્યા હતા




Latest News