વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદના જુના દેવળીયા ગામે સરપંચ ઉપર છરી વડે હુમલો કરનારા કૌટુંબિક ભાઈ સામે ગુનો નોંધાયો


SHARE









હળવદના જુના દેવળીયા ગામે સરપંચ ઉપર છરી વડે હુમલો કરનારા કૌટુંબિક ભાઈ સામે ગુનો નોંધાયો

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે વરસાદી પાણીના નિકાલ બાબતે સરપંચ ઉપર તેના કૌટુંબિક ભાઈએ છરી વડે હુમલો કર્યો હતો જેથી ઈજા પામેલા સરપંચને પ્રથમ સારવાર માટે હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા અને હાલમાં સારવાર લીધા બાદ સરપંચે તેના કૌટુંબિક ભાઈ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવામાં માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામના સરપંચ વશરામભાઈ મૂળજીભાઈ સોલંકી (૪૦) ઉપર તેના કૌટુંબિક ભાઈ શૈલેષભાઈ હરિભાઈ સોલંકીએ છરી વડે હુમલો કર્યો હતો જેથી ઈજા પામેલા જુના દેવળીયા ગામના સરપંચને સારવાર માટે પ્રથમ હળવદ ત્યાંથી મોરબી અને વધુ સારવાર માટે હાલમાં તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ વશરામભાઈ મૂળજીભાઈ સોલંકીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશને તેના કૌટુંબિક ભાઈ શૈલેષભાઈ હરિભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે

જેમાં તેને જણાવ્યુ છે કે, અગાઉ તા. ૧૮/૭ ના રોજ રાત્રિના ૯:૩૦ વાગ્યે શૈલેષભાઈએ તેઓને ફોન કરીને ગામના દલિત સ્મશાન પાસે બોલાવ્યા હતા અને તેઓના પ્લોટમાંથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે થઈને કહ્યું હતું અને ત્યારબાદ વરસાદી પાણીના નિકાલ બાબતે બોલાચાલી થઈ હતી અને વશરામભાઈ ત્યાંથી નીકળી ગયા હતા અને ઘરે જઈને શૈલેષભાઈના પિતા હરિભાઈને તેના દીકરાએ છરી વડે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હોવા અંગેની જાણ કરી હતી એટલી વારમાં શૈલેષભાઈ ત્યાં આવી ગયા હતા અને તેના ઉપર છરી વડે હુમલો કરવા જતાં છરી વશરામભાઈએ પકડી લીધી હોવાથી તેને હાથમાં અને શરીરને નાના મોટી ઈજાઑ થઈ હતી

તે બનાવની તેઓએ હળવદ પોલીસમાં આરજી કરી હતી જેથી કરીને પોલીસે શૈલેષની અટકાયત કરીને મામલતદારમાં જમીન કરાવ્યા હતા અને આ ઝઘડાનો ખાર રાખીને શૈલેષે તા.૨૨ ના સાંજે છ વાગ્યાના અરસામાં ફરી પાછો છરી વડે હુમલો કર્યો હતો જેથી વશરામભાઈ મૂળજીભાઈ સોલંકીને વધુ ઇજા થતાં રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવેલ હતા અને હાલમાં તેની ફરિયાદ લઈને પોલીસે શૈલેષભાઈ હરિભાઈ સોલંકી સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News