વાંકાનેરમાં તાલુકા વહીવટી તંત્ર દ્વારા ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં અનેક છબરડા !!
SHARE
કાર્યક્રમનું સંચાલન કરતા મહિલા વક્તા એ 26 જાન્યુઆરીની ઉજવણી દર્શાવી !!
(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર તા.૧૬
વાંકાનેરમાં જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ થયા બાદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા 75 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી,ત્યારે રાષ્ટ્ર નાં આ ગરિમા પૂર્ણ કાર્યક્રમમાં પણ આયોજનનો અભાવ સૌ કોઈ ને જોવા મળ્યો હતો !
વાંકાનેર તાલુકા સેવા સદન ખાતે યોજાયેલ 75 માં સ્વાતંત્ર્ય પર્વ જેવા ગરિમા પૂર્ણ કાર્યક્રમમાં પણ આયોજનનો અભાવ જોવા મળ્યો હતો, આવા મહત્વ પૂર્ણ કાર્યક્રમનું સંચાલન કરી રહેલ મહિલા વક્તા દ્વારા આજના કાર્યક્રમને 26 જાન્યુઆરીની ઉજવણી ગણાવી હતી! ત્યારે સૌ હાજર શ્રોતા ગણ આશ્ચર્ય પામ્યા હતાં, આ ઉપરાંત અનેક આમંત્રિતનાં નામ અને તેમના હોદા બોલવામાં પણ માહિતીનો અભાવ જોવા મળ્યો હતો અને જાણે કે કોઈ સ્ટેજ કાર્યક્રમ હોય તેમ બેજવાબદાર પૂર્વક આ ગરિમા પૂર્ણ કાર્યક્રમનું સંચાલન જોવા મળ્યું હતું! છેલ્લે કાર્યક્રમને અંતે સૌને સાવધાન ઉભા રહેવા આદેશ આપવામાં આવ્યા બાદ રાષ્ટ્રગાનને સ્થાને થોડી વાર માટે અન્ય ફિલ્મી ગાયન વાગતા વધુ એક છબરડો થયો હતો! અને અપમાન જનક સ્થિતિ થોડી વાર માટે સર્જાઈ હતી, આ ઉપરાંત વાંકાનેર માં શું એક પણ સ્વાતંત્ર્ય સેનાની વ્યક્તિ નથી ! તેવા પણ સવાલો ઉભા થવા પામ્યા હતાં કારણકે કાર્યક્રમમાં એક પણ સ્વાતંત્ર્ય સેનાની વ્યક્તિ હાજર ન હતી, જો હાજર ન રહી શક્યા હોય તો આવા વ્યક્તિનાં નામ સુધ્ધાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો! ત્યારે રાષ્ટ્રનાં આવા મહત્વ પૂર્ણ કાર્યક્રમનું સંચાલન જવાબદાર વ્યક્તિને સોંપવું જોઈએ તેવો સૂર ઉઠવા પામ્યો હતો.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”