વાંકાનેરમાં તાલુકા વહીવટી તંત્ર દ્વારા ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં અનેક છબરડા !!
Morbi Today
મોરબીની નવયુગ વિદ્યાલય ખાતે કોરોના પ્રોટોકોલ સાથે ઉજવાયો સ્વાતંત્ર્ય દિન
SHARE







મોરબીની નવયુગ વિદ્યાલય ખાતે કોરોના પ્રોટોકોલ સાથે ઉજવાયો સ્વાતંત્ર્ય દિન
નવયુગ વિદ્યાલય-મોરબી ખાતે રાષ્ટ્રીય પર્વ ૧૫ મી ઓગસ્ટની ઉજવણી માટે કોરોના પ્રોટોકોલ તેમજ સરકારની ગાઇડલાઇન મુજબ મર્યાદિત વિદ્યાર્થીઓ અને નિશ્ચિત સમયમર્યાદા સાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે RSS ના કાર્યકર ભીમજીભાઈ અઘારા તેમજ નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપ્રેમ અને દેશદાઝની ભાવના ઉજાગર કરતી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.નવયુગ વિદ્યાલય મેનેજમેન્ટ ટીમ, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને ઉત્સાહ-ઉમંગ સાથે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
