મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબી નજીક ૭.૨૪ લાખની રોકડ ભરેલ થેલાની આંચકી લેવાના બનાવમાં ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો


SHARE







મોરબી નજીક ૭.૨૪ લાખની રોકડ ભરેલ થેલાની આંચકી લેવાના બનાવમાં ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો

મોરબી-માળીયા હાઇવે ઉપર આવેલા બહાદુરગઢ નજીક લૂંટનો બનાવ બનેલ છે જેમાં મની ટ્રાન્સફરનું કામ કરતી પેઢીનો કર્મચારી રોકડા ૭.૨૪ લાખ રૂપિયા લઈને મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે ધોળે દિવસે ગઇકાલે બપોરના દોઢેક વાગ્યે બાઇક ઉપર આવેલ ચારેક શખ્સો દ્વારા યુવાનને આંતરીને તેની પાસેથી આરપીકેડી ભરેલ થેલાને આંચકી લેવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા શખ્સોની સામે ચોરીની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે અને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

મોરબી જીલ્લામાં ચોરી અને લૂંટ સહિતની ઘટનાઓ રોજીંદી બની ગયેલ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી તેવામાં મોરબી-માળીયા હાઇવે ઉપર ગઇકાલે બપોરના સમયે રાપી પે નામે મની ટ્રાન્સફર પેઢીના કર્મચારી શૈલેષભાઈ ચંદુભાઈ વડસોલા રોકડા રૂપિયા ભરેલ થેલો લઈને મોરબી બાજુ આવી રહ્યો હતો ત્યારે બાઇક ઉપર આવેલા ચારેક અજાણ્યા શખ્સો દ્વારા તેના બાઇકને ધક્કો મરવામાં આવ્યો હતો જેથી કરીને યુવાન નીચે પડી ગયો હતો ત્યારે તેની પાસે રહેલ રોકડા રૂપિયા ૭.૨૪ લાખ રૂપિયા ભરેલ થેલો તેમજ તેમાં રહેલ એક મોબાઈલ ફોન આમ કુલ મળીને ૭,૨૭,૫૦૦ નો મુદામાલ લઈને બાઈકમાં આવેલા ચાર અજાણ્યા શખ્સો નાશી ગયા હતા જેથી કરીને તે યુવાને તેના ભાઈ અને પેઢીના સંચાલકને આ બનાવની જાણ કરી હતી અને બાદમાં મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી જેથી કરીને તાલુકા પીઆઇ વિરલ પટેલ સહિતના અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા અને હાલમાં રાપી પે મની ટ્રાન્સફર પેઢીના કર્મચારી શૈલેષભાઇ વડસોલાની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 






Latest News