મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા NPS ના વિરોધમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો


SHARE

















મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા NPS ના વિરોધમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

NPS ના બદલે OPS બાબતના વિરોધમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અનોખો વિરોધ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.જે અન્વયે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મોરબી જિલ્લા પ્રાથમિક સંઘ દ્વારા એક વૃક્ષ વાવી તેને 'જૂની પેન્શન યોજના' નામ આપી તેના ઉછેરના કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી દિનેશભાઈ હુંબલ તથા મોરબી BRC Co. ચિરાગભાઈ આદ્રોજાના હસ્તે મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં CRC Co. બાબુલાલ દેલવાડિયા, સુનિલભાઈ બાવરવા, નરસંગભાઈ લાવડિયા, જલ્પેશભાઈ વાઘેલા, ચંદુભાઈ વિડજા, મુકુંદભાઈ ગોંડલિયા, કાંતિલાલ જાદવ, અશોકભાઈ ફેફર, ગૌરવભાઈ ચંદ્રાસલા, સંજય બાપોદરિયા, રમેશભાઈ બુડાસણા, નિલેશભાઈ લવા વગેરે શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી દિનેશભાઈ હુંબલ દ્વારા NPS ના વિરોધમાં વધુમાં વધુ વૃક્ષો વાવી આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જિલ્લાના શિક્ષકોને હાકલ કરી હતી.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News